જામનગરમાં મોબાઇલ ચોરી કરનાર મહિલાની અટક

  • July 27, 2023 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલસીબીએ સીઇએઆર પોર્ટલની મદદથી ભેદ ખોલ્યો

જામનગર શહેરમાં મોબાઈલ ચોરીના કિસ્સાઓ અનેક વધી ગયા છે, ત્યારે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા રાજ્ય સરકાર ની સી.ઇ.આઈ.આર. પોર્ટલની મદદ લઈને જામનગર શહેરમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર એક મહિલાને શોધી કાઢી છે.
એલસીબી દ્વારા સરકારની સી.ઈ.આઈ.આર. પોર્ટલનો ઉપયોગ શરૂ કર્યો હતો, અને તેની મદદથી મોબાઈલ ફોનની ચોરી કરનાર વ્યક્તિઓ પર વોચ રાખવાનું શરૂ કર્યું હતું. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના અરજણભાઇ, વનરાજભાઇને ખાનગી હકીકત મળી હતી કે જામનગરમાં દીગજામ સર્કલ નજીક નવા પૂલ પાસે રહેતી પદ્માબેન રણછોડ વઢીયાર નામની એક બાવરી મહિલાને ઝડપી લીધી છે, અને તેની પાસેથી રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન કબજે કરી લીધો છે. જેણે તાજેતરમાં જ એક મહિલાના મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું કબૂલી લીધું છે, તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
 લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પોર્ટલ નો ઉપયોગ કરવામાં આવે છે, જે પોર્ટલમાં કોઈપણ વ્યક્તિનો મોબાઇલ ફોન ચોરાયો હોય તો તે મોબાઈલ ફોનના આઈએમઇઆઈ નંબર નાખવામાં આવે છે, ત્યારબાદ ચોરાઈ ગયેલો મોબાઈલ ફોન જો ફરીથી ક્યાંય એક્ટિવ થયો હોય તો તરત જ તેની જાણકારી ઉપરોક્ત પોર્ટલમાં ઉપલબ્ધ બની જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application