બાળકનું ધ્યાન સરકાર રાખશે: ૨૬ સપ્તાહની ગર્ભાવસ્થા સમાપ્ત કરવા મામલે સુપ્રીમનો ચુકાદો

  • October 17, 2023 09:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટમાં એક મહિલા દ્રારા ૨૬ અઠવાડિયા પછી ગર્ભાવસ્થા સમા કરવાની પરવાનગી માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે એક મહિલાની ૨૬ સાહની ગર્ભાવસ્થાને સમા કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સરકારને પણ આદેશ આપ્યો હતો કે જો કોઇ માતાપિતા આ બાળકને દત્તક લેવા માગતું હોય તો તેમાં પણ સરકારે મદદ કરવી પડશે. આમ આ બાળકનું ધ્યાન સરકાર રાખશે.


સુપ્રીમ કોર્ટે એક પરિણીત મહિલા, જે બે બાળકોની માતા છે, તેને ૨૬ અઠવાડિયાથી વધુની ગર્ભાવસ્થાને સમા કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યેા હતો કારણ કે ગર્ભ સ્વસ્થ હતો અને એઈમ્સ મેડિકલ બોર્ડને બાળકમાં કોઈ વિસંગતતા મળી નથી.મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે ગર્ભાવસ્થાનો સમયગાળો ૨૪ અઠવાડિયાને વટાવી ગયો છે, જે મેડિકલ ટર્મિનેશન આફ પ્રેન્સીની અનુમતિપાત્ર મર્યાદામાં આવતો નથી અને તેથી તેને સમા કરવાની મંજૂરી આપી શકાતી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગર્ભ ૨૬ અઠવાડિયા અને ૫ દિવસનો છે અને માતાને તાત્કાલિક કોઈ ખતરો નથી. 'સુપ્રિમ' નિર્ણય આવ્યો, ગર્ભમાં રહેલા બાળકને દુનિયામાં આવવાની છૂટ છે.


છેલ્લી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે મહિલાના સ્વાસ્થ્યની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં રજૂ કરાયેલા નવા એઈમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગર્ભમાં રહેલું બાળક સંપૂર્ણ સ્વસ્થ છે, બાળકને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી. આ મહિલા પ્રેન્સી પછી માનસિક સમસ્યાઓથી પીડાઈ રહી છે, પરંતુ આ માટે તે જે દવા લઈ રહી છે તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર કોઈ નકારાત્મક અસર થઈ નથી. મહિલાને અન્ય વૈકલ્પિક દવાઓ આપવાની પણ સલાહ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application