રાજકોટના શ્રીજીનગરમાં રહેતી પરિણીતાનો ઝેર પી આપઘાત

  • July 18, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

\
શહેરના રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે શ્રીજી નગરમાં રહેતી પરિણીતાએ ચાર દિવસ પૂર્વે ઝેરી પાઉડર પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જયાં સારવાર દરમિયાન ગઇકાલે રાત્રીના તેમણે દમ તોડી દીધો હતો.
પરિણીતાએ બીમારથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.બનાવને લઇ યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે શ્રીજી નગર 1 માં આઇ શ્રી ખોડીયાર નામના મકાનમાં રહેતા દિશાબેન વિરલભાઇ બુસા(ઉ.વ 36) નામના પરિણીતાએ ગત તા.14/7 ના ઘરે રાત્રીના કોઇ ઝેરી પાઉડર પી લેતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં સારવાર દરમિયાન ગઇકાલે રાત્રીના પરિણીતાએ હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો.બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,પરિણીતાનો લગ્નગાળો 16 વર્ષનો હતો તેમને સંતાનમાં બે પુત્રીઓ છે.પરિણીતાને છેલ્લા ઘણા સમયથી મગજની બીમારી હોય તેનાથી કંટાળી જઇ તેણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
બનાવને પગલે પરિણીતાના પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News