VIDEO VIRAL: અચાનક સામે આવી ગયો વાઘ અને કરવા લાગ્યો ગર્જના

  • July 17, 2023 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાઘની ગર્જના સાંભળીને ભલભલા લોકોની હાલત ખરાબ થઈ જાય છે, જરા વિચારો કે ક્યારેક તમારી સાથે આવુ બને અને વાઘ તમારી સામે આવી જાય તો શું થશે. ચોક્કસથી તમારી હાલત પણ ખરાબ થઈ જશે. હાલમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો ભડકી ઉઠ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ટુરિસ્ટરો ગાડીમાં બેસીને ત્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે અચાનક જ વાઘ તેમની એકદમ નજીક આવી જાય છે અને તે બાદ લોકો બીકના માર્યા ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યા છે.



આ ભયાનક વીડિયોમાં લોકોથી ભરેલી એક કાર જંગલની વચ્ચેના રસ્તા પરથી પસાર થતી જોઈ શકાય છે. આ દરમિયાન, વાહનની બાજુમાંથી એક બાઇક બહાર આવતી દેખાય છે, તે પસાર થતાં જ વાઘ તેમને જોઈને એકદમ નજીક આવી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગુસ્સે ભરાયેલો વાઘ જોર જોરથી ગર્જના કરવા લાગે છે, જેને સાંભળીને કારમાં હાજર લોકો ડરથી ચીસો પાડે છે.



નવાઈની વાત એ છે કે, જો ગાડીમાં સવાર લોકો સમયસર સ્થળ છોડીને ન નિકળ્યા હોત તો તે વાઘનો શિકાર બની જાત. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કારમાં બેઠેલા કેટલાક લોકો વાઘને જોઈને ડરી ગયા છે અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે બીકના માર્યા બૂમો પાડવા લાગે છે. આ દરમિયાન, વાહનમાં હાજર મહિલાઓ ડ્રાઈવરને જલ્દીથી નીકળી જવાનું કહે છે.આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યું છે, જેને જોઈને લોકો ચોકી ગયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application