ઠંડીમાં એકાએક જોરદાર વધારો: નલિયા 10.4 ડિગ્રી, જાણો ક્યાં કેટલું તાપમાન

  • December 05, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો સામાન્યથી ચાર ડિગ્રી જેટલો ઘટી ગયો છે અને તેના કારણે ઠંડીના પ્રમાણમાં એકાએક વધારો થયો છે. બરફીલા પવન અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાના કારણે ઠંડીની તીવ્રતા વધી ગઈ છે આજે નલિયામાં લઘુતમ તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું જે ગઈકાલે 14.4 ડિગ્રી હતું.

રાજકોટમાં ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી જેટલું નીચે ઉતાર્યું છે. ગઈકાલે રાજકોટમાં 18 અને આજે 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે અમરેલીમાં ગઈકાલે 20 અને આજે 18.2 ભાવનગરમાં ગઈકાલે 21.3 અને આજે 20.1 ભુજમાં આજે 15.2 અને ગઈકાલે 17.6 ડિગ્રી લઘુતમ તાપમાન છે

.
પોરબંદરમાં ગઈકાલે 22 ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું તે આજે ઘટીને 18.8 ડિગ્રી થઈ ગયું છે. સુરેન્દ્રનગરમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થયો છે અને આજનું લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી રહેવા પામ્યું છે.

જુનાગઢમાં આજનું લઘુતમ તાપમાન 23 ડીગ્રી નોંધાયું છે. ભવનાથ તળેટીમાં 21 અને ગિરનાર પર્વત ઉપર 18 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 60 ટકા અને પવનની ગતિ 10 કીલોમીટર આસપાસ રહેવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application