ધો.૧૨ની છાત્રા પર સ્કૂલવાન ચાલક વિધર્મી શખસનું વારંવાર દુષ્કર્મ

  • January 21, 2025 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રહેતી ધો.૧૨ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની કિશોરીને સ્કુલવાનના ચાલક વિધર્મી શખસે ફસાવી અલગ અલગ જગ્યા તેને લઈ જઇ અવારનવાર દુષ્કર્મ આચયુ હતું. એટલું જ નહીં તે અંગેના વિડિયો– ફોટા લઈ કિશોરીને જો તું મને મળવા નહીં આવતો ફોટા અને વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપતો હોવા અંગેની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આ વિધર્મી શખ્સ સામે અપહરણ, દુષ્કર્મ,આઇટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. આરોપીએ કિશોરીને ફસાવી હોવાની જાણ પરિવારજનોને થતા તેણીનો અભ્યાસ પણ છોડાવી દીધો હતો. આમ છતાં તે સ્નેપચેટ,ઇન્સ્ટાગ્રામથી મેસેજ કરતો હતો. દરમિયાન ગઈકાલે સવારે બાળા ગુમ થયા બાદ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
દુષ્કર્મના આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર બાળાના પિતા કે જે અન્ય રાયના હોય તેમણે ફરિયાદ નોંધાવતા તેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે સ્કૂલવાન ચાલક સૈફ ઇલિયાસભાઈ મેમણ (રહે. આદિત્ય–૭૯ એચ વીંગ, ઇસ્કોન મંદિર, પાછળ કાલાવડ રોડ) વિદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોકસો એકટ તથા આઇટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
બાળાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અન્ય રાયના હોય અને વર્ષેાથી અહીં રાજકોટમાં રહે છે તેમને બે સંતાન છે જેમાં ૧૬ વર્ષની દીકરી ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે તેને સ્કૂલે આવવા જવા માટે સ્કૂલ વેન બંધાવી હતી. જેનો ડ્રાઇવર સૈફ મેમણ દીકરીને તેડવા મુકવા માટે આવતો હતો. ગત મહિને દીકરી ઘરેથી શાળાએ જવા નીકળ્યા બાદ ખબર પડી હતી કે તે સ્કૂલે પહોંચી નથી તેમજ તેને તેડવા મુકવા આવતો સ્કૂલ વેનનો ચાલક તેણીને કયાંક લઈ ગયો છે.
ત્યારબાદ પરિવારે દીકરીને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, સૈફે મારી સાથે ખોટું કયુ છે અને શારીરિક સંબધં બાંધી લીધો છે. જે તે વખતે તેણે હવે આવું નહીં કરે તેવી બાહેંધરી આપી હોય સમાજમાં બદનામીના ડરથી પરિવારે ફરિયાદ નોંધાવી ન હતી. સૈફ મેમણ સાથે સમાધાન કરી લીધું હતું. ત્યારબાદ દીકરીને સ્કૂલ જવાનું બધં કરાવી દીધું હતું આ પછી પણ દીકરી ઘરમાં જૂનો મોબાઇલ પડો હોય પુત્રના મોબાઈલમાંથી વાઇફાઇ કનેકટ કરતી હતી જેથી ઇન્સ્ટાગ્રામ,સ્નેપચેટ મારફત સૈફ મેસેજ કરતો હતો બે દિવસ પહેલાના મેસેજથી જાણ પરિવારજનોને થતા દીકરીનો ફોન ચેક કરતા તેમાં સૈફ દીકરીને અલગ અલગ જગ્યાએ લઈ જઇ તેના પર દુષ્કર્મ આચયુ હોય તેના વિડીયો અને ફોટોગ્રાફ મળી આવ્યા હતા. જેથી દીકરીને સમજાવી હતી. તે પછી દીકરીને વિડિયો બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, સૈફે મને ડરાવી ધમકાવી અંગત પળોના વિડીયો ઉતારી લીધા હતા તેમજ તું મને મળવા નહીં આવે તો વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપતો હતો.
કિશોરીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, સોમવારે સવારે તે કામ પર ગયા હતા પત્ની દીકરી–દીકરો ઘરે હતા દરમિયાન પત્નીએ સાડા નવેક વાગ્યે ફોન કરી જાણ કરી હતી કે દીકરી ઘરમાંથી કયાંક ચાલી ગઈ છે. આસપાસ તપાસ કરતા મળી ન હતી. જેથી તેઓ ઘરે આવ્યા હતા અને બાદમાં પોલીસ સ્ટેશનને પહોંચી ફરિયાદ કરી હતી.
જેથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એન.પટેલ પીએસઆઇ એન.જે. મસાકપુત્રા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ કરી કિશોરીને શોધી કાઢી હતી બાદમાં આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણ(ઉ.વ ૧૯) ને સકંજામાં લઇ તેની ધરપકડ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application