દ્વારકા પંથકમાં પોલીસ તંત્ર દ્વારા ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ સામે કડક કામગીરી

  • December 30, 2023 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થર્ટી ફર્સ્ટના પગલે ઠેર ઠેર ચેકીંગ : અનેક સામે દંડાત્મક કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આગામી ૩૧ ડિસેમ્બરને અનુલક્ષીને ડ્રન્ક એન્ડ ડ્રાઇવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં સ્થાનિક પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.
ખંભાળિયા વિસ્તારના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ ટ્રાફિક પી.એસ.આઈ. એન.ડી. કલોતરા તથા સ્ટાફ દ્વારા ગઈકાલે દ્વારકા વિસ્તારમાં સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ખાસ કરીને કેફી પીણું પીધેલા વાહન ચાલકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં, વિવિધ રીતે ટ્રાફિક નિયમનનો ભંગ કરતા ૩૯ ઇસમો સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂપિયા ૧૯,૫૦૦ નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફાયરિંગ સાયલેન્સર તેમજ હેડલાઈટમાં એલઈડી પ્રોજેક્ટર ફીટ કરેલા વાહનો પણ ડીટેઈન કરવામાં આવ્યા છે.
જાહેર માર્ગો પર ફાયરિંગ સાયલેન્સર તથા એલઈડી પ્રોજેક્ટ ફીટ કરવા સામે તેમજ જાહેરમાં રેસિંગ કરતા વાહન ચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે.
***
જામનગર શહેરમાં વિદેશી દારુ સાથે એકની અટક
જામનગરના મોહનનગર વિસ્તારમાં રહેતા શખ્સને પોલીસે વિદેશી દારુની બે બોટલ સાથે પકડી લેવામાં આવ્યો હતો.
જામનગરના મોહનનગર આવાસ બિલ્ડીંગ નં. ૧૧ ખાતે રહેતા દિવ્યેશ અશોક કુંભારાણા નામના શખ્સને ઇંગ્લીશ દારુની બે બોટલ લઇને સેન્ટ્રલ બેંક વિસ્તારમા આવેલી ગલીમાંથી પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application