હરિયાણામાં બ્રજમંડલ યાત્રા પર પથ્થરમારો: ટોળાના ગોળીબારમાં હોમગાર્ડનું મોત, પોલીસ સ્ટેશનને આગ લગાડી; ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ

  • July 31, 2023 08:45 PM 

હરિયાણાના નૂહમાં સોમવારે હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડલ યાત્રા દરમિયાન હંગામો થયો હતો. બંને જૂથો વચ્ચે અથડામણ બાદ ત્રણ ડઝનથી વધુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ટોળાના ગોળીબારમાં હોમગાર્ડ જવાનનું મોત થયું છે.


હિંસામાં અનેક લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. મેવાતના ડીએસપી સજ્જન સિંહને માથામાં ગંભીર ઈજા થઈ છે. ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર અનિલને પેટમાં ગોળી વાગી છે.


બદમાશોએ નૂહના સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો. બદમાશોએ પથ્થરમારો કર્યો અને બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી. હંગામો જોઈને પોલીસકર્મીઓએ જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. મેવાતના નગીના અને ફિરોઝપુર-ઝિરકા નગરોમાં પણ અનેક સ્થળોએ આગ લગાવવામાં આવી હતી.


આ પહેલા ઉપદ્વવીઓએ સ્કૂલ બસમાં પણ તોડફોડ કરી હતી. બસમાં બાળકો હતા કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. બદમાશોએ બસને લૂંટી હતી અને તેને પોલીસ સ્ટેશનની દિવાલમાં ઘુસાડીને પોલીસ સ્ટેશનની દિવાલ તોડી હતી.


નૂહ જિલ્લા વહીવટીતંત્રે પરિસ્થિતિનો સામનો કરવા માટે અન્ય જિલ્લાઓમાંથી પોલીસ દળને બોલાવ્યા છે, સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરવાની સાથે 2 ઓગસ્ટે બે દિવસ માટે ઈન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું હતું. જિલ્લાની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application