જામનગરમાં રાજ્ય કક્ષાની ટેબલ ટેનીસ ટુર્નામેન્ટનો પ્રારંભ: ૪૮૦ થી વધુ સ્પર્ધકો વચ્ચે રોમાંચક મુકાબલો

  • August 11, 2023 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનીસ એશોસીએશન દ્વરા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનીસ એશોસીએશનના નેજા હેઠળ છઠી સ્ટેટ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટનું આયજન તારીખ ૧૧-૧૩ ઓગસ્ટ ૨૦૨૩ દરમ્યાન જે.એમ.સી. સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યુ છે. સવારે ૮ વાગ્યાથી ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવનાર છે, આ વર્ષમાં કુલ સાત સ્ટેટ રેંકીંગ ટુર્નામેન્ટ રાખવામાં આવનાર છે. ઉપરોક્ત વિષયે આપને જણાવતા અમે ખુશી અનુભવી રહ્યા છીએ કે આગામી તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૩ (રવિવાર) ના રોજ સ્ટેટ ટુર્નામેન્ટના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવનાર છે.
આ ઉપરોક્ત ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ એશોસીએશન તથા ટેબલ ટેનીસ ફેડરેશન ઓફ ઇંડીયાના ધારાધોરણ અનુસાર યોજવામાં આવનાર છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓ માટે ખુબજ સારી વ્યવસ્થા આપવા માટે જેડીટીટીએ ની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ખેલાડીઓને રેંકીંગ પોંઇન્ટસ આપવામાં આવશે જેના આધાર પર નેશનલ ટીમનું ચયન થતુ હોય છે.
આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાંથી ખેલાડીઓ, રેફ્રી, જી.એસ.ટી.ટી.એ. ના અધીકારીઓ તા. ૧૦ થી જામનગરમાં પહોંચવાના છે. ટુર્નામેન્ટમાં ‚ા. ૧,૦૦,૦૦૦/- (રૂપીયા એક લાખ) થી વધારેના રોકડ પુરસ્કારો તથા ઇનામો આપવામાં આવનાર છે. આ ટુર્નામેન્ટને જામનગરની સંસ્થા રાજહંસ મેટલ પ્રાયવેટ લીમીટેડ, વી.પી.મહેતા, ભરતભાઇ પટેલ, ધી નવાનગર બેંક, ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇંડીયા, હોટલ વીશાલ ઇન્ટરનેશનલ સહીતના અનેક સ્પોન્સરો દ્વરા સ્પોન્સરશીપ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application