અદાણી વિલ્મરનો બધો હિસ્સો વેચી નાખવા એફએમસીજી કંપનીઓ સાથે વાટાઘાટો શરૂ

  • November 06, 2023 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અદાણી ગ્રૂપ ખાદ્ય તેલ અને પેકેજ્ડ કરિયાણાની ફોર્ચ્યુન બ્રાન્ડની માલિકી ધરાવતી અદાણી વિલ્મર લિમિટેડમાં તેનો સમગ્ર 43.97% હિસ્સો વેચવા માટે બહુરાષ્ટ્રીય ક્ધઝ્યુમર ગુડ્સ કંપ્નીઓ સાથે વાટાઘાટો કરી રહ્યું છે, એમ આ બાબતથી પરિચિત અધિકારીઓએ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, એક મહિનાની અંદર એક સોદો ફાઇનલ થવાની સંભાવના છે.ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, પેકેજ્ડ ગ્રોસરી અને ખાદ્ય તેલ બ્રાન્ડ ફોર્ચ્યુનના માલિક વિલમર એક મહિનાની અંદર સોદો ફાઇનલ કરી શકે છે.


યાદ રહે કે અદાણી વિલ્મરે તાજેતરમાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 131 કરોડની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ કરી હતી, જે ખાદ્ય તેલના સેગમેન્ટને નુકસાનથી થઇ હતી. એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 49 કરોડનો નફો થયો હતા. અદાણી જૂથની આવક પણ વાર્ષિક ધોરણે 13 ટકા ઘટીને ક્વાર્ટરમાં રૂ. 12,267 કરોડ થઈ હતી જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 14,150 કરોડ હતી.


એક્ઝિક્યુટિવને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું જૂથ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા તેના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વક રોકાણ કરવા માટે કેટલાક વ્યવસાયોમાંથી બહાર નીકળી રહ્યું છે અને ઉમેર્યું હતું કે અદાણી વિલ્મરમાં તેનો હિસ્સો ડિસઇન્વેસ્ટ કરવાની યોજનાઓ આ લાઈન પર છે. સૂચિત હિસ્સાના નાણાનો ઉપયોગ અન્ય જૂથ વ્યવસાયોમાં રોકાણ માટે કરવામાં આવે તેવી શક્યતા છે, અને દેવું ચૂકવવા માટે નહીં તેમ અહેવાલ સૂચવે છે.


અહેવાલ મુજબ, અદાણી જૂથના પ્રમોટરો લિક્વિડિટી બફર બનાવવા માટે નોન-કોર એસેટ્સમાં હિસ્સો વેચવાનું વિચારી રહ્યા હતા, યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના આ વર્ષે જાન્યુઆરીમાં જૂથ પરના આકરા અહેવાલ પછી, ગ્રુપ ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇઝિસમાં સૂચિત શેર વેચાણ અને પરિણામે 150-બિલિયનથી વધુ સંપત્તિનું ધોવાણ થયું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application