વર્ષ 2023ની શરૂઆત થતા જ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ આજથી રૂ.  25 નો વધારો 

  • January 01, 2023 10:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વર્ષ 2023ની શરૂઆત થતા જ પહેલા જ દિવસે LPG ગેસમાં ભાવ વધારાનો ડામ આપવામાં આવ્યો છે. કોમર્શિયલ વપરાશ માટેના LPG સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા છે. જોકે, ઘરવપરાશમાં લેવાતા LPGના સિલિન્ડરનો ભાવ યથાવત રખાયો છે. ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો ભાવ વધાર્યો છે જેની અસર દરેક શહેરમાં અલગ અલગ રહેશે.


​​​​​​​કોમર્શિયલ વપરાશ માટેના LPG સિલિન્ડરનો ભાવ આજથી 25 રૂપિયા વધી ગયો છે. દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી  સિલિન્ડર 1769 રૂપિયામાં મળશે. કોલકાતામાં ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 1870 રહેશે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આ બાટલાનો ભાવ 1721 રૂપિયા રહેશે. ચેન્નાઈમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ સૌથી વધુ 1917 રૂપિયા રહેશે.

અગાઉ 1 ડિસેમ્બરે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો ન હતો. ડોમેસ્ટિક LPG ગેસનો બાટલો 14.2 કિલોનો હોય છે, જ્યારે કોમર્શિયલ વપરાશ માટેના ગેસનો બાટલો 19 કિલોગ્રામ વજનનો હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application