દ્વારકાની ગૌશાળાના મેદાનમાં કાલે ઓખામંડળ સમસ્ત રઘુવંશી પરિવાર માટે ખેલૈયાઓના રાસોત્સવ "થનગનાટ"

  • October 28, 2023 11:41 AM 

સમસ્ત લોહાણા રધુવંશી સમાજ યુવા ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં રાજકીય,ધાર્મિક, સામાજિક, ઔધોગિક અગ્રણીઓની ઉપસ્થિતિઃ


દ્વારકામાં ઓખામંડળ સમસ્ત રઘુવંશી પરિવાર માટે દ્વારકાની ૧૩૬ વર્ષ જુની ગૌશાળાના વિશાળ પટાંગણમાં આવતીકાલે તા.ર૯-૧૦-૨૦૨૩ ને રવિવારના રોજ રાત્રિના ૮-૩૦ કલાકેથી શરદ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દ્વારકા તાલુકા કક્ષાના આ રાસોત્સવના આયોજન માટે તડામાર તૈયારી ચાલી રહી છે. આ રાસોત્સવમાં સૌરાષ્ટ્રના જાણીતા સીંગરો મયુરી ગજ્જર,શિવ શ્રીમાળી,આશિષ ઝાલા અને રિયા તન્ના દ્વારા લાઈવ ઓરકેસ્ટ્રા સાથે ધૂમ મચાવશે. ખેલૈયાઓમાં રાસોત્સવ અંગે જબરો ઉત્સાહ જોવા મળી રહયો છે. શરદ રાસોત્સવમાં ઓખામંડળના રઘુવંશી રાસપ્રેમી ખૈલેયાઓને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે. રાસોત્સવના આયોજનને સફળ બનાવવા માટે રઘુવંશી સમાજના આગેવાન તથા યુવાનો જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application