વિકાસની ગાડી વચ્ચે સ્પીડ બ્રેકર આવ્યું: ત્રીજા ક્વાર્ટરમાં 4.4 ટકા વિકાસ દર, 2023માં જીડીપી 7 ટકા રહેવાનું અનુમાન 

  • March 01, 2023 01:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે દેશના જીડીપીના આંકડા જાહેર કર્યા 



કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે દેશના જીડીપીના આંકડા જાહેર કર્યા છે. જેમાં નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દેશની અર્થવ્યવસ્થા 4.4 ટકાના દરે વૃદ્ધિ પામી છે. જ્યારે ગત નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી 5.4 ટકા હતો. ત્રીજા ક્વાર્ટર માટે જાહેર કરવામાં આવેલ જીડીપીનો આંકડો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર કરતા ઓછો છે. બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.3 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. જ્યારે તેની સરખામણીમાં ત્રીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી રહી છે. 



આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23માં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી 9.1 ટકા હતો. એવું માનવામાં આવે છે કે, જીડીપીમાં આ ઘટાડો બેક બ્રેકિંગ મોંઘવારી અને માંગના અભાવને કારણે થયો છે.
વધુમાં મંત્રાલયે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23 ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી 40.19 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં 38.51 લાખ કરોડ રૂપિયા હતી. તે જ સમયે, 2022-23 માં નોમિનલ જીડીપી 272.04 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે, જે 2021-22 માં 234.71 લાખ કરોડ રૂપિયાથી 15.9 ટકા વધુ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application