પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા કીડીઓ માટે વિશિષ્ટ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરમાં જુદા-જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓ દ્વારા મુંગા જીવોથી માંડીને માનવીઓ માટે અવિરતપણે અવનવા આયોજનો હાથ ધરનાર સમય ગ્રુપના યુવાનો દ્વારા વધુ એક વખત કીડી માટેના સેવાયજ્ઞનું આયોજન થયું હતું જેમાં ૧૧૧૧ જેટલા નાળિયેરમાં જુદી-જુદી નવ પ્રકારની સામગ્રી ભરીને તેનું વિશિષ્ટ કીડિયા તૈયાર કરવામાં આવ્યુ હતુ તથા જંગલ વિસ્તારમાં તેને મુકવામાં આવ્યા હતા.
ગ્રુપ દ્વારા સેવાના અવિરત કાર્યક્રમ ચાલતા હોય છે ત્યારે કીડી માટે આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા,ગ્રુપની સેવા સરાહનીય છે મનો દિવ્યાંગોને એટીકેટ તૈયાર કરવાથી માંડીને ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા,સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પૌષ્ટિક પાણી આપવાની સેવા માટે સમયાંતરે સેવાકાર્યો કરવામાં આવે છે.ત્યારે કીડીઓ માટે શ્રીફળમાંથી છોતા કાઢીને અંદર હોલ પાડી નવ જાતની સામગ્રી ભરી સેવાયજ્ઞ યોજાયો હતો,જેમાં ઘઉંનો લોટ,ચોખાનો લોટ,તલ,રવો, ખાંડ પાવડર, તેલ, ગંગાજળ, બિસ્કીટ, તુલસીપાન,વગેરે મિક્સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવે છે આ એક શ્રીફળ કીડીને અંદાજે છ મહિના સુધી ચાલે છે,આવું ભગીરથ કાર્ય ગ્રુપ દ્વારા કરીને ૧૧૧૧ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા પોરબંદર શહેરમાં
છાંયા એ.સી.સી રોડના સામેના ગ્રાઉન્ડમાં અને છાંયા રઘુવંશીના સામેના વિસ્તારમાં પરશુરામ રોડની પાછળના ભાગમાં અને પક્ષી અભ્યારણને આગળ ગોઢાણીયા કોલેજ આસપાસ અને નિરમા ફેક્ટરીનીસામેના ઝાડી ઝાંખરામાં તેમજ વડલામાં તથા જુદા જુદા વૃક્ષોમાં અને હઠીલા હનુમાન મંદિરના સામેના ભાગમાં લક્ષ્મીનારાયણ મંદિરની સામે વડલામાં તેમજ મોકર ગામ થી ભોદદ ગામના પાટિયા સુધી જંગલ અને ઝાડીઓમાં તેમજ વડલામાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા છે માનવ સેવાના કામ કરતી સંસ્થા એટલે સમય ગ્રુપ પોરબંદરની અંદર માનવસેવા કરતી સંસ્થાની આ સેવા જોઈને પોરબંદર વિસ્તારમાં ખુબ પ્રસંશા થઈ રહી છે આ સેવાકાર્ય જોઈ સૌકોઇ બિરદાવી રહ્યા છે અને સમય ગ્રુપના આ સેવાકાર્યથી બીજાને પણ પ્રેરણા મળી રહી છે ત્યારે સેવાભાવી યુવાનોની આ કામગીરીને બિરદાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆલે લે બંધારણ દિવસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ
November 26, 2024 04:56 PMસુપ્રીમ કોર્ટના આદેશ પર 10 વકીલો વિરુદ્ધ FIR નોંધાઈ, જાણો શું છે આખો મામલો
November 26, 2024 04:36 PMરાજ્યસભાની છ બેઠકો પર ચૂંટણી: મતદાન અને પરિણામ 20 ડિસેમ્બરે
November 26, 2024 04:16 PMનિરમા ફેકટરીના કેમિકલયુકત પાણી સમુદ્રમાં છોડવા અંગે કલેકટરને રાવ
November 26, 2024 04:11 PMરેલનગરમાં બુલડોઝર ધણધણ્યું, કરોડોની જમીન ખુલી કરાવાઈ
November 26, 2024 04:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech