મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેનની ચૂંટણી માટે આવતા મંગળવારે ખાસ બોર્ડ

  • September 06, 2023 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનની નિમણુકં માટે આગામી તા.૧૨–૯–૨૦૨૩ને મંગળવારે સવારે ૧૧ કલાકે સ્પેશ્યલ બોર્ડ મિટિંગ યોજવા આજરોજ મ્યુનિસિપલ સેક્રેટરી સમીર જે. ધડુક દ્રારા એજન્ડા પ્રસિધ્ધ કરાતાની સાથે જ મહાપાલિકામાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. સ્પેશ્યલ બોર્ડ મિટિંગના એક કલાક પૂર્વે પાર્ટી સંકલનની મિટિંગ મળશે તેમાં નામ પદાધિકારીના નામ જાહેર થઇ જશે ત્યારબાદ સ્પેશ્યલ બોર્ડ મિટિંગમાં નિમણુંકની ઔપચારિકતા પૂર્ણ થશે.

સ્પેશ્યલ બોર્ડ મિટિંગના એજન્ડામાં ચાર દરખાસ્તો છે જેમાં (૧) ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૧૯ (૧) મુજબ મ્યુનિસિપલ કોર્પેારેશનના મેયરની મુદ્દત પૂર્ણ થતા નવા મેયરની ચૂંટણી કરવા બાબત (૨) ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૧૯(૧કક) મુજબ મ્યુનિસિપલ કોર્પેારેશનના ડેપ્યુટી મેયરની મુદ્દત પૂર્ણ થતા નવા ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવા બાબત (૩) ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૨૦(૨) મુજબ મ્યુનિસિપલ કોર્પેારેશનના સ્થાયી સમિતિના ૧૨ સભ્યોની મુદ્દત પૂર્ણ થતા સ્થાયી સમિતિના નવા ૧૨ સભ્યોની નિમણુકં કરવા બાબત તેમજ (૪) ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૩૦(૧) તથા રાજકોટ મહાપાલિકાના ખાસ સમિતિઓની કાર્યવાહી સંબંધી નિયમોના નિયમ–૩(અ)(બ) મુજબ મ્યુનિ.કોર્પેારેશનની ખાસ સમિતિઓના સભ્યોની મુદ્દત પૂર્ણ થતા નવી ખાસ સમિતિઓની રચના કરવા, સભ્ય સંખ્યા મુકરર કરવા તથા સભ્યોની નિમણુકં કરવા બાબત સહિતનો સમાવેશ થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application