ગુજરાત મધ્યપ્રદેશ ઝારખંડ બિહાર મહારાષ્ટ્ર છતીસગઢ ઓડીસા પશ્ચિમ બંગાળ સિક્કિમ સહિત દેશના અનેક રાજ્યોમાં મોટાભાગના વિસ્તારોમાંથી સાઉથવેસ્ટ મોન્સૂન એટલે કે નૈઋત્યનું ચોમાસું ઝડપભેર પૂરું થઈ રહ્યું છે. આગામી બે દિવસમાં આ રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાંથી અને દેશના અન્ય રાજ્યોમાંથી તબક્કાવાર નૈઋત્યનું ચોમાસુ પૂરું થઈ જશે. પરંતુ હવે આવતીકાલથી નોર્થ ઇસ્ટ મોન્સૂન શરૂ થવાની સત્તાવાર જાહેરાત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ( આઈએમડી) દ્વારા કરવામાં આવી છે.
અરબી સમુદ્રની લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણના રાજ્યોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને આજે સવારે બંગાળની ખાડીમાં સાઉથ ઇસ્ટ દિશામાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમ આજ સાંજ સુધીમાં લો પ્રેસરમાં અને ત્યાર પછી તુરત જ વેલમાર્ક લો પ્રેસરમાં પરિવર્તીત થશે તેવી આગાહી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની લો પ્રેશરની બંને સિસ્ટમના કારણે દક્ષિણના રાજ્યો તામિલનાડુ પુડીચેરી આંધ્રપ્રદેશ કણર્ટિક લક્ષદ્વીપ સહિતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રનું લો પ્રેસર તામિલનાડુ નજીક છે અને બંગાળની ખાડીની લો પ્રેસર તથા વેલમાર્ક લો પ્રેસરની સિસ્ટમ વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં એટલે કે તામિલનાડુ પુડીચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહી હોવાથી આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચાઈ ગયું છે. પરંતુ આમ છતાં અરબી સમુદ્રની સિસ્ટમના કારણે વરસાદ પડી રહ્યો છે. આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 121 તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ થયો છે. ડાંગ જિલ્લાના આહવા માં ત્રણ વધઈ માં અઢી અને સુબીરમાં દોઢ ઇંચ પાણી પડ્યું છે. સુરત જિલ્લાના ઉમરપાડા છોટા ઉદયપુર જિલ્લાના બોડેલી માં અઢી અઢી ઇંચ વરસાદ થયો છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડમાં સવા બે ઇંચ વરસાદ થયો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં બે ઇંચ વરસાદ પડ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઇ અને કરજણમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના વ્યારામાં દોઢ ઇંચ પાણી પડ્યું છે.
ગુજરાતની માફક સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી વરસાદનું જોર થોડું ઓછું થશે અને ગરમીના પ્રમાણમાં આગામી બે દિવસમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો વધારો થશે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રની બંને સિસ્ટમ દક્ષિણ ભારત તરફ હોવાના કારણે દેશના અન્ય રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે પરંતુ આમ છતાં વરસાદી માહોલ જળવાઈ રહે તેવું લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech