102 કરોડની સંપત્તિની માલિક હોવા છતાં સોનાક્ષીએલગ્નમાં પહેરી માતાની 44 વર્ષ જુની સાડી
સોનાક્ષીના લગ્નની તસવીરોમાં એક વસ્તુ એ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. લગ્નમાં સોનાક્ષી સિંહાએ એકદમ સિમ્પલ સાડી પહેરી હતી. આ લુકમાં સોનાક્ષી ગજબની સુંદર લાગી રહી હતી. સોનાક્ષી પોતાના લૂકને લાઈટ મેકઅપ અને વાળમાં ગજરો નાખીને કંપ્લીટ કર્યો હતો.
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને જહીર ઈકબાલ છેલ્લા ઘણા સમયથી લગ્નને લઈને ચર્ચામાં હતા. ચાહકો પણ તેમના લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહા એકબીજાને સાત વર્ષથી ડેટ કરી રહ્યા હતા. સાત વર્ષ પછી 23 જુને બંનેએ લગ્ન કરી લીધા. બને એ પરિવારના લોકોની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
લગ્નની તસવીરોમાં એક વસ્તુ એ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. લગ્નમાં સોનાક્ષી સિંહાએ એકદમ સિમ્પલ સાડી પહેરી હતી. આ લુકમાં સોનાક્ષી ગજબની સુંદર લાગી રહી હતી. સોનાક્ષી પોતાના લૂકને લાઈટ મેકઅપ અને વાળમાં ગજરો નાખીને કંપ્લીટ કર્યો હતો. જો કે સોનાક્ષી સિંહાએ જે સાડી પહેરી હતી તે કોઈ ડિઝાઇનરે તૈયાર કરેલી લાખોની સાડી નથી. પરંતુ તેની માતા પૂનમ સિંહાની 44 વર્ષ જૂની સાડી હતી. પોતાના ખાસ દિવસ માટે તેણે તેની માતાની સાડી અને જ્વેલરી પહેરવાનું પસંદ કર્યું હતું.
સોનાક્ષી સિન્હાના લગ્નની સાડી ખૂબ જ ખાસ હતી. સાથે જ સોનાક્ષી સિંહાએ જે જ્વેલરી પહેરી હતી તે પણ તેની માતાએ તેના લગ્નમાં પહેરી હતી. સોનાક્ષી સિંહાએ પોતાના લગ્ન માટે પોતાની માતાની સાડી અને જ્વેલરી કેરી કર્યા તેને લોકો પણ પસંદ કરી રહ્યા છે. લગ્ન પછી સોનાક્ષી અને જહીરએ પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસ્વીરો પણ શેર કરી હતી અને સાથે જ કેપ્શનમાં તેણે જણાવ્યું હતું કે લગ્ન માટે આ દિવસ તેને શા માટે પસંદ કર્યો. ફોટોના કેપ્શનમાં સોનાક્ષી સિંહાએ લખ્યું છે કે 23 જુને જ બંને સાત વર્ષ પહેલા પહેલી વખત મળ્યા હતા. અને સાત વર્ષ પછી આ દિવસે જ તેઓ ઓફિશ્યલી પતિ-પત્ની બન્યા છે. કોર્ટ મેરેજ પછી બંનેના લગ્નનું વેડિંગ રિસેપ્શન મુંબઈમાં જ આવ્યું હતું. જેમાં બોલીવુડ સેલિબ્રિટી પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application94 કરોડના ખર્ચે જામનગર-સમાણા ફુલનાથ હાઇ-વે પહોળો કરાશે
November 25, 2024 01:50 PMદ્વારકામાં 27 વર્ષની યુવતિનું હૃદયરોગના હુમલાથી નિધન
November 25, 2024 01:45 PMજામનગર સાઇકલીંગ ક્લબના ૪ સાઈક્લીસ્ટો દ્વારા 75 કલાકમાં રેકોર્ડબ્રેક, સતત 1000 કિલોમીટરસાઇકલ ચલાવી
November 25, 2024 12:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech