આગામી ધ રેડ બ્રિક સમિટ (ટીઆરબીએસ) મેનેજમેન્ટ કોન્ફરન્સ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-અમદાવાદ (આઈઆઈએમ-એ) ના જૂના અથવા નવા લોગોનો ઉપયોગ કરવાના વિવાદને કારણે પીજીપીના વિદ્યાર્થી અક્ષિત ભુક્યાએ કથિત રીતે આત્મહત્યા કરી હતી, તપાસ પોલીસ અધિકારીઓએ શુક્રવારે આ માહિતીઆ આપી હતી. અમદાવાદ ઝોન-1 ડીસીપી હિમાંશુ કુમાર વમર્એિ ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ભુક્યાના પિતા બી હેમંત શહેર પહોંચ્યા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમના પુત્રની આત્મહત્યામાં આઈઆઈએમ-એની એક મહિલાની ભૂમિકા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે એ જાણવા નથી મળ્યું કે, મહિલા બી સ્કૂલની ફેકલ્ટી સભ્ય, કર્મચારી કે વિદ્યાર્થી છે.વમર્એિ જણાવ્યું કે ફરિયાદ અનુસાર, ભૂક્યા અને સંબંધિત મહિલાની વચ્ચે જૂના કે નવા આઈઆઈએમ-એના લોગોના ઉપયોગને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, ભુક્યાના પિતાના જણાવ્યા અનુસાર, તેમના પુત્રને હેરાન કરતા હતા અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. અમે આ મામલે વિવિધ વ્યક્તિઓના નિવેદનો નોંધી રહ્યા છીએ અને સંપૂર્ણ તપાસ કયર્િ પછી ફરિયાદ દાખલ કરીશું.
ટીઓઆઈએ ટિપ્પણી માટે આઈઆઈએમ-એનો સંપર્ક કર્યો, પરંતુ શુક્રવાર સાંજ સુધી કોઈ જવાબ મળ્યો ન હતો.તેલંગાણાના વારંગલનો વતની 24 વર્ષીય ભુક્યા ગુરુવારે બપોરે 3:45 કલાકે પોતાની હોસ્ટેલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેમના મૃત્યુ બાદ, આઈઆઈએમ-એ અધિકારીઓએ શુક્રવારથી શરૂ થનાર ટીઆરબીએસ રદ કરી દીધી, ભુક્યા આ કાર્યક્રમના મુખ્ય સંયોજક હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સમિટ માટે સામગ્રીના પ્રિન્ટિંગ દરમિયાન, ભુક્યાએ જૂના લોગોનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો, જ્યારે મહિલાએ આગ્રહ કર્યો હતો કે ફક્ત નવા લોગોનો ઉપયોગ કરવો જોઈએ. આ કારણે તેમની વચ્ચે વારંવાર મતભેદો થતા હતા. તાજેતરમાં, મહિલાએ ભુક્યાને સંસ્થા તરફથી કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી.પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ભુક્યાના પિતાએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે ભુક્યાએ તેમને મહિલા સાથે લોગોના મુદ્દે થયેલી લડાઈ વિશે જણાવ્યું હતું.પોલીસે જણાવ્યું કે, ભૂક્યાના પિતાને શુક્રવારે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો અને પરિવાર શનિવારે તેના વતન શહેરમાં અંતિમ સંસ્કાર કરશે. આઈઆઈએમ-એએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું, જેમાં ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ ભુક્યાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.શા માટે લોગો બી-સ્કૂલ માટે સંવેદનશીલ મુદ્દો છે? નવેમ્બર 2022માં આઈઆઈએમ-એએ તેની નવી ’વિઝ્યુઅલ ઓળખ’નું અનાવરણ કર્યું, જેમાં પ્રીમિયર બી-સ્કૂલનું પ્રતિનિધિત્વ કરવા માટે નવો લોગો અને ફોન્ટનો સમાવેશ થયો છે. બી-સ્કૂલે ઘણા ક્વાર્ટરના વિરોધનો સામનો કરવો પડ્યો હતો, જેમાં વિદ્યાર્થી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ મુખ્યત્વે જાળીની નવી ડિઝાઇનનો વિરોધ કરતા હતા, જે 1964થી બી-સ્કૂલની કેન્દ્રીય ઓળખ હતી. નવા લોગોએ અમદાવાદના પ્રસિદ્ધ છસીદી સૈયદ જાલીને તેની વિઝ્યુઅલ ઓળખ તરીકે દશર્વિતી જટિલ પેટર્નને દૂર કરી અને ’વધુ આબેહૂબ અને વાઇબ્રન્ટ બ્રાન્ડ ઓળખને વ્યક્ત કરવા’ માટે ’ન્યૂનતમ’ ડિઝાઇન સાથે બદલી કરી. શુક્રવારે સાંજે જ્યારે રેડ બ્રિક સમિટ વેબસાઈટની મુલાકાત લેવામાં આવી ત્યારે તેમાં અન્ય બ્રાન્ડની સાથે વેબસાઈટના ઉપર અને નીચે જૂનો આઈઆઈએમ-એ લોગો હતો, જ્યારે સ્પીકર પોસ્ટર્સ સહિત તમામ પ્રમોશનલ સામગ્રીમાં નવો લોગો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech