સોશિયલ મીડિયા બાળકો થકી કમાય છે આવકનો ૪૦% હિસ્સો

  • December 29, 2023 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયાની પ્રતિકૂળ અસરો અંગે વૈશ્વિક ચિંતાઓ વચ્ચે, હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટી સોશિયલ મીડિયા કંપનીઓ અમેરિકામાં તેમની આવકના ૪૦ ટકા સુધી બાળકોના સોશિયલ મીડિયા વ્યુઅરશિપથી કમાઈ રહી છે. અભ્યાસ અનુસાર, યુએસમાં સોશિયલ મીડિયા કંપનીઓ૨૦૨૨માં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગથી૧૧ અબજ ડોલરની કમાણી કરી. હાર્વર્ડ યુનિવર્સિટીની ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના નેતૃત્વમાં કરાયેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે.

અભ્યાસના તારણો સ્પષ્ટ્રપણે દર્શાવે છે કે ટોચની કંપનીઓ બાળકો અને કિશોર વયના વપરાશકર્તાઓ પાસેથી ભારે નફો કમાઈ રહી છે, પરંતુ તે સ્વીકારતી નથી. રિપોર્ટમાં યુવાનોના માનસિક સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે સોશિયલ મીડિયાની 'વધુ પારદર્શિતા' અને 'વધુ નિયમન'ની જરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ બાળકોને માનસિક રીતે બીમાર બનાવી રહ્યો છે. આ કારણે આ વર્ષે ન્યૂયોર્ક અને યુટા જેવા રાયોએ પણ બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગને રોકવા માટે કાયદો બનાવ્યો છે.

અહેવાલ મુજબ, ૨૦૨૨ માં સ્નાપ્ચાટે તેની એકંદર જાહેરાત આવકનો સૌથી મોટો હિસ્સો ૧૮ વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ પાસેથી ૪૧% હાંસલ કર્યેા હતો.
આ ઉપરાંત રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓ દાવો કરે છે કે તેઓ યુવાનોને નુકસાન અટકાવવા માટે સોશિયલ મીડિયાને સ્વ–નિયમન કરી શકે છે, પરંતુ હજુ સુધી આવું કરવામાં આવ્યું નથી. આની પાછળ કંપનીઓના સ્પષ્ટ્ર આર્થિક હિત છુપાયેલા છે.
ત્યારબાદ ટીક ટોક (૩૫ %),યુટુબ (૨૭ %), અનેઇન્સ્ટાગ્રામ (૧૬ %) આવે છે. ફેસબુક અને ટિટરને તેમની જાહેરાતની આવકનો ૨ % બાળકો પાસેથી મળ્યો છે.
૨૦૨૨ માં, યુટુબના અમેરિકામાં૧૮ વર્ષથી ઓછી વયના ૪૯.૭ મિલિયન વપરાશકર્તાઓ હતા. ટિકટોકના ૧ કરોડ ૮૯ લાખ યુઝર્સ, સ્નેપચેટના ૧ કરોડ ૮૦લાખ, ઈન્સ્ટાગ્રામના ૧ કરોડ ૬૭ લાખ, ફેસબુકના ૯૯ લાખ, એકસના ૭૦ લાખ યુઝર્સ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application