સ્નેહા ઉલ્લાલનો સુપર બોલ્ડ અંદાજ ઠંડીમાં લાવી દેશે ગરમાવો

  • December 19, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્નેહા ઉલ્લાલ ભલે બોલિવૂડ ફિલ્મોમાં ના જોવા મળતી હોય, પરંતુ એક્ટ્રેસ આજે પણ એના સુપર બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. સ્નેહા ઉલ્લાલ બોલિવૂડની એ એક્ટ્રેસમાંથી એક છે જેને ઘાંસૂ રીતે ડેબ્યુ કર્યા પછી પણ ફ્લોપ ગઇ છે. સ્નેહાએ અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. સ્નેહાએ સલમાન ખાન સાથે લકી નો ટાઇમ ફોર લવ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ.


ત્યારબાદ સ્નેહા અનેક ફિલ્મોમાં જોવા મળી, પરંતુ ખાસ ઓળખાણ બનાવી શકી નહીં. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સ્નેહાનો કોઇ જાદુ ચાલ્યો નહીં અને એક હિરોઇન તરીકે સુપર ફ્લોપ રહી.


સામાન્ય રીતે સ્નેહા એની બોલ્ડનેસ માટે ફેમસ છે. સ્નેહાની થોડા સમય પહેલાં બિકીની ટોપની તસવીર ખૂબ વાયરલ થઇ હતી. જો કે સ્નેહાની અનેક તસવીરો એવી છે જેમાં એનો સુપર હોટ અંદાજ જોઇને ફેન્સ ક્રેઝી થઇ ગયા હોય.સ્નેહા એક્ટિંગમાં ભલે પોતાની કરિયર બનાવી ના બનાવી શકી હોય, પરંતુ એ સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ છે. સ્નેહા ફેન્સ માટે સોશિયલ મિડીયામાં અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહેતી હોય છે. આ તસવીરો જોઇને ફેન્સ સુપર ક્રેઝી થઇને ફિદા થઇ જાય છે.


આટલું જ નહીં સ્નેહાએ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. નવાઇ લાગશે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના ચહેરા જેવો સ્નેહનો ચેહરો હોવાથી તેની ખૂબ ચર્ચા થઈ હતી. આ ફિલ્મ પછી, સ્નેહા બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ અને લગભગ 10 વર્ષ પછી તે ફિલ્મ ઈશ્ક બેજુબાનમાં જોવા મળી, જોકે તેની ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ગઈ તે કોઈને ખબર નહોતી.


સ્નેહાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે તેણીને ગંભીર બીમારી ‘ઓટો ઇમ્યુન ડિસઓર્ડર’ થઇ હતી. જેના કારણે તે 30-40 મિનિટથી વધુ સમય સુધી પોતાના પગ પર ઊભી રહી શકતી ન હતી.

સ્નેહાએ વધુમાં જણાવ્યુ હતુ કે, ‘મારી માંદગી દરમિયાન પણ હું ફિલ્મોનું શૂટિંગ કરતી રહી, જેના કારણે તે વધુ વધી ગઈ. થોડા સમય પછી હું એ કરી શકી ન હતી કે જે એક્ટ્રેસને ચલાવવાની, ડાન્સ કરવાની અને સતત શૂટ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી જ મારે છોડવું પડ્યું કારણ કે દરરોજ બીમાર રહેવાનો કોઈ અર્થ ન હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application