બાપુનગરમાં મશીન ટૂલ્સના કારખાનામાં તસ્કરો ત્રાટકયા: રૂા.૭૦ હજારની ચોરી

  • December 16, 2023 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા મશીન ટુલ્સના કારખાનામાં રાત્રીના તસ્કરો છતમાં રહેલી લોખંડની જાળી તોડી ત્રાટકયા હતા. કારખાનામાં રહેલી એર કન્ડિશનની સ્પ્રીટ સહિત કુલ પિયા ૭૦,૦૦૦ નો સામાન તસ્કરો ચોરી કરી ગયા હતા. જે અંગે ભકિતનગર પોલીસમાં કારખાનેદારે ફરિયાદ નોંધાવી છે.

ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગુલાબનગર શેરી નંબર ૨ માસ્તર સોસાયટી પાસે રહેતા ભીખાભાઈ ભીમાભાઇ ખુંટ(ઉ.વ ૬૧) નામના કારખાનાદારે ચોરીની આ ઘટના અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.કારખાનેદારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને બાપુનગર શેરી નંબર ૫ ખડપીઠવાળી શેરીમાં વૈશાલી મશીન ટૂલ્સ નામનું લેથ મશીન રીપેરીંગનું કારખાનું આવેલું છે.

તા. ૧૪૧૨ ના સાંજના છેક વાગ્યે તેઓ કારખાનું બધં કરી ઘરે ગયા હતા અને બાદમાં ગઈકાલે સવારે આઠેક વાગ્યે અહીં કારખાને આવતા ઉપરનાભાગે લીટ રાખવાની જગ્યા જેમાં લોખંડની જાળી રાખેલ હતી તે તૂટેલી જોવા મળી હતી જેથી ચોરી થયાની શંકા ગઈ હતી બાદમાં તપાસ કરતા કારખાનામાંથી જુના એર કન્ડિશનના સ્પ્રીટ,તાંબાના બુશિંગની જોડી સહિત કુલ પિયા ૭૦ હજારનો સામાન ચોરી થઈ ગયો હોવાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચોરીની આ ઘટનાને લઇ ભકિતનગર પોલીસે ગુનો નોંધી રાત્રિના કારખાનામાં ચોરી કરનાર તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application