સાધના કોલોનીમાં છ મકાનોનું કરાયું ડીમોલીશન

  • August 04, 2023 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા જર્જરીત મકાન તોડવાની મંજુરી અપાયા બાદ જે સ્થળે અગાઉ દુર્ઘટના બની હતી તેની બાજુમાં રહેલા મકાનોની તોડપાડ કરતું કોર્પોરેશન

જામનગરમાં એકાદ મહીના પહેલા સાધના કોલોનીમાં મકાન ધરાશયી થતા ત્રણ વ્યકિતના મૃત્યુ થયા હતા અને કેટલાકને ઇજા થઇ હતી, આ ઘટના બાદ કોર્પોરેશને મકાનનો બાકીનો ભાગ તોડી નાખ્યો હતો અને કેટલાક જર્જરીત મકાનો તોડવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી, જેના ભાગરુપે ગુજરાત હાઉસીંગ બોર્ડે કોર્પોરેશનને જર્જરીત મકાનો તોડવાની મંજુરી આપ્યા બાદ આજે એકી સાથે છ મકાનો તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી અને બંને બાજુની સીડીઓ પણ તોડી નાખવામાં આવી હતી.
મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી અને ડીએમસી ભાવેશ જાનીની સુચનાથી સાધના કોલોનીમાં છ જર્જરીત મકાનો તોડી પાડવા માટે એસ્ટેટ અધિકારી નિતીન દીક્ષીત, સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ સહિતની ટીમે આજે સવારથી જેસીબીની મદદથી છ ફલેટ તોડવાની કામગીરી શરુ કરી હતી, એટલું જ નહીં બંનુ બાજુની સીડીઓ પણ તોડી પાડવામાં આવી હતી.
જો કે આ સમયે લોકો એકઠા થયા હતા પરંતુ જર્જરીત મકાનો તોડવાની પ્રક્રિયા હોય કોઇપણ પ્રકારનો વિરોધ થયો ન હતો, હજુ ગઇકાલે સાંજે અંધાશ્રમ પાસેના ૧૪૦૪ આવાસો પાંચ દિવસમાં તોડી પાડવા માટે કોર્પોરેશને આસામીઓને આખરી નોટીસ આપી છે અને હવે નોટીસની પિરીયડ પુરો થયા બાદ પાડતોડની કામગીરી કરવામાં આવશે, આજે જેસીબી અને ટ્રેકટરની મદદથી સાધના કોલોનીમાં અગાઉ જયાં દુર્ઘટના બની હતી તેની આસપાસના મકાનો દુર કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે, આ લખાય છે ત્યારે બપોરે પણ આ કામગીરી ચાલુ છે, સાંજ સુધીમાં તમામ ૬ ફલેટ તોડી પાડવામાં આવશે તેમ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application