હરિદ્રાર અને નૈનીતાલ ટુરમાં લઇ જવાનું કહી છ પરિવાર પાસેથી .૪.૩૦ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.આરોપીએ એડવાન્સમાં રકમ લઇ લીધા બાદ વાયદો આપ્યે રાખી બાદમાં ફોન બધં કરી દઇ પલાયન થઇ ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, નગરાજનગરમાં કૈલાશપાર્કમાં રહેતા અને મોરબીમાં ઓફસેટ પ્રીન્ટીંગનો વ્યવસાય કરનાર હિતેન્દ્રભાઇ દેવજીભાઇ પડસુંબીયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંદીપ ધીભાઇ મેઘાણી ઉર્ફે સંજય પટેલનું નામ આપ્યું છે.જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે.
હિતેદ્રભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.૧૫૨૨૦૨૪ ના સમયગાળા દરમિયાન તેમના કુટુંબીજનોએ હરીદ્રાર ફરવા જવાનો પ્લાન નક્કી કર્યેા હોય.જેથી તેમણે આરોપી સંદીપ મેઘાણીનો સંપર્ક કર્યેા હતો.આ સંદિપ અગાઉ તેમને વર્ષ ૨૦૧૭ માં ગણેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં ફરિયાદીના કુટુંબીજનોને નેપાળ લઇ ગયો હોય જેથી તેની સાથે પરીચય હતો.સંદીપને ટુર બાબતે જણાવતા તેણે કહ્યું હતું કે,હત્પં આવા જ ટુર પ્રોગ્રામ ક છુ અને તમને બધી વ્યવસ્થા કરી આપીશ. આ સંદિપની બેઠક સાધુવાસવાણી રોડ પર રામેશ્ર્વર મંડપ સર્વિસ ખાતે હોય ફરિયાદી તથા તેમના સગા અહીં તેને મળવા માટે ગયા હતાં.જયાં તેણે હરિદ્રાર અને નૈનીતાલ ફરવા જવાનો પ્રોગ્રામ સમજાવ્યો હતો અને બસ– ફલાઇટનું બુકીંગ તથા રહેવા જમવાની વ્યવસ્થા કરી આપશે તેવી વાત કહી હતી.એક વ્યકિતના ૩૦ હજાર નક્કી કર્યા હતાં. તા. ૧૫૫ રોજ ફરવા જવાનું નક્કી કરેલ અને અમદાવાદથી ફલાઇટની ટિકિટનું સીડયુલ આપેલ હતું. જેમાં રિયા હોલીડે નામની સ્લીપ આપી હતી અને બસના તથા હોટેલના ફોટા પણ મોકલ્યા હતાં.
બાદમાં ફરિયાદી સહિત તેમના છ પરિવારજનોએ મળી કુલ .૩.૧૦ લાખ આરોપીના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતાં.બાદમાં આરોપીએ કહ્યું હતું કે, જીમ કાર્બેટ નેશનલ પાર્કમાં તથા સાઇડ સીન માટે બુકીંગ કરાવવાનું છે તેમ કહી વધુ . ૧.૨૦ લાખ જમા કરાવડાવ્યા હતાં.આમ કુલ .૪.૩૦ લાખ એડવાન્સમાં લઇ લીધા હતાં.બાદમાં આ સંજય પાસે ફલાઇટની ટિકિટ માંગતા તે બહાના આપતો હતો.બાદમાં તેણે કહ્યું હતું કે,૧૨ મે ના ટિકિટ આપીશ.જેથી તા.૧૨ ના સંપર્ક કરતા તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો.તેની બેઠક જે મંડપ સર્વિસની દુકાને હોય ત્યાં જઇ તપાસ કરતા તે ત્યાં પણ મળી આવ્યો ન હોય તેનો કોઇ પતો ન લાગતા ફરિયાદીએ તેમની અને તમના કુટુંબીજનો સાથે સંજયે ટુરના પેકેજના નામે એડવાન્ડમાં રકમ લઇ .૪.૩૦ લાખની છેતરપિંડી કરી હોવા અંગે આ ફરિયાદ નોંધાવી હતી.આ અંગે વધુ તપાસ પીએસઆઇ ડી.બી.કારેથા ચલાવી રહ્યા છે
આટલા વ્યકિત સાથે થઇ છેતરપિંડી
હરિદ્રાર અને નૈનીતાલમાં ફરવાનું ટુર પેકેજ બુકીંગ કરાવ્યા બાદ છ પરિવાર સાથે .૪.૩૦ લાખની છેતરપિંડી થઇ હતી.જેમાં ફરિયાદી હિતેન્દ્રભાઇ પડસુંબીયા ઉપરાંત કિરીટભાઇ દેવજીભાઇ પટેલ, ધર્મેશકુમાર હેંમતલાલ ભીમાણી, પરેશભાઇ ચનાભાઇ દુધાગરા, અનિલ દેવજીભાઇ અઘારાનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech