બ્રિજવાળા મેયર: ડો.પ્રદીપ ડવના કાર્યકાળમાં છ બ્રિજ સાકાર

  • September 05, 2023 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવનો મેયર તરીકેનો અઢી વર્ષના કાર્યકાળમાં આગામી તા.૧૧ સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે તેમણે ૨૦ લાખ રાજકોટવાસીઓ સમક્ષ તેમના કાર્યકાળમાં થયેલા વિકાસકામોનો હિસાબ રજૂ કર્યેા છે. રાજકોટ શહેરના સવાગી, સમતોલ અને સર્વસમાવેશક વિકાસ માટે પ્રયત્નો કરવા ઉપરાંત દિવસે ને દિવસે શહેરની વધતી જતી વસ્તી, વિસ્તાર અને વાહનોની સંખ્યાને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા તેમણે અથાક પ્રયાસો કર્યા છે, ખાસ કરીને તેમના કાર્યકાળમાં કેકેવી ચોક બ્રિજ, સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ, લમીનગર બ્રિજ, જડૂસ ચોક બ્રિજ, નાના મવા ચોક બ્રિજ અને રામાપીર ચોક બ્રિજ સહિતના છ બ્રિજ પ્રોજેકટ સાકાર થયા છે. રાજકોટ શહેરના છેલ્લા ૫૦ વર્ષના ઇતિહાસમાં તેઓ એવા પ્રથમ મેયર છે કે જેમને છ બ્રિજ સાકાર કરવાનો યશ મેળવ્યો છે.


રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવના નેતૃત્વમાં અઢી વર્ષના કાર્યકાળમાં રાજકોટ શહેરને વિકાસપથ પર દોડતું રાખવા અવિરત સહયોગ પ્રદાન કરનાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાય સરકાર પ્રત્યે મેયરએ આભારની લાગણી વ્યકત કરી હતી. વિશેષમાં મેયર ડો.પ્રદીપભાઇ ડવએ જણાવ્યું હતું કે રાજકોટ મહાપાલિકામાં વર્ષેાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે તે હકીકત શહેરીજનોનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. શહેરીજનોનો વિશ્વાસ અકબધં જળવાઇ રહે તે માટે રાજકોટ શહેરની વિકાસયાત્રામાં પ્રાથમિક સુવિધાના કામો તેમજ અનેક નવા ભળેલ વિસ્તારોને પણ વહેલામાં વહેલી તકે સુવિધા મળે તે માટેના સતત પ્રયત્નો સાથે ઉપરાંત અનેક પ્રોજેકટ પૂર્ણ કરી આગળ ધપાવી સ્માર્ટ સિટી કૂચને જાળવી રાખેલ છે. આ વિકાસયાત્રા આગળ ધપવા બદલ મેયરએ ખુશીની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં યાં માનવી ત્યાં સુવિધાની કટિબદ્ધતા સાથે સુવિધા આપવાની કામગીરીને રાજકોટ મહાનગરપાલિકાએ અગ્રતા આપેલ છે.


આ ઉપરાંત શહેરના ગરીબ, મધ્યમ વર્ગ અને શ્રમિક વર્ગના લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ પ્રાથમિક સારવાર આરોગ્ય કેન્દ્ર, પંડિત દીનદયાળ ઔષધાલય શ કરેલ છે, જે આશીર્વાદપ સમાન છે. આ અઢી વર્ષના કાર્યકાળમાં નોંધપાત્ર કહી શકાય તેવા ઘણા મહત્વપૂર્ણ પ્રોજેકટસ પૂર્ણ કરેલ છે. યારે કેટલાક પ્રોજેકટસ પ્રગતિમાં છે. મેયરએ ઉમેયુ હતું કે, છેલ્લા અઢી વર્ષના સમયમાં શહેરીજનોના જુદાજુદા પ્રશ્નો માટે અંગત રસ લઇ તેને પુરતો ન્યાય આપવા પ્રયાસ કરેલ છે જેનાથી મને સંતોષ છે. તેમજ મારા આ કાર્યકાળમાં દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ, શહેર ભાજપના હોદેદારો અને વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે તાલમેલ સાધી શહેરની વિકાસ યાત્રા આગળ ધપાવવા પ્રયત્નો કરેલ છે, જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ, શહેરીજનો, પ્રચાર માધ્યમોનો મહત્વપૂર્ણ સહયોગ પ્રા થયો છે તેનો મને આનદં છે. મેયર તરીકેના અઢી વર્ષના કાર્યકાળમાં શહેરની વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં સૌના સાથ સહકાર બદલ આભારની લાગણી વ્યકત કરતા મેયર ડો. પ્રદિપ ડવે આગામી દિવસોમાં પણ રાજકોટવાસીઓ તરફથી હંમેશા આવો જ સહકાર મળતો રહેશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી.

મેયર તરીકે અઢી વર્ષમાં સાકાર કરેલા પ્રોજેકટસ

– કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં મલ્ટીલેવલ બ્રિજ
– કાલાવડ રોડ પર ડુસ લાયઓવર બ્રિજ
– નાના મવા ચોક ખાતે લાયઓવર બ્રિજ
– રામાપીર ચોક ખાતે લાયઓવર બ્રિજ
– સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ઓવર બ્રિજ
– લમીનગર અન્ડર બ્રિજ
– રામ વન અર્બન ફોરેસ્ટ
– ૬૭૫૪ લોકોને ઘરના ઘરની ભેટ
– સિટી બસ સેવામાં ઇલેકિટ્રક બસ શ કરાવી
– ઇલેકિટ્રક બસ ચાર્જીંગ સ્ટેશનનું નિર્માણ
– વોર્ડ નં.૬માં અધ્યતન લાઇબ્રેરી
– જેટકો ચોકડી ખાતે વોટર ફિલ્ટર પ્લાન્ટ–પમ્પીંગ સ્ટેશન
– રૈયાધાર ખાતે વોટર ફિલ્ટર પ્લાન્ટ–પમ્પીંગ સ્ટેશન
– કાલાવડ રોડ ઉપર ડીઆઇ પાઇપલાઇનની કામગીરી
– ગો ગ્રીન યોજના–ઉછેરની જવાબદારી સાથે વૃક્ષારોપણ
– કચરાના ન્યુસન્સ પોઈન્ટમુકત રાજકોટ ઝુંબેશ
– નેશનલ ગેમ્સ–૨૦૨૨માં રાજકોટને યજમાનપદ
– નવા સુવિધાપૂર્ણ આધાર કાર્ડ કેન્દ્રનું નિર્માણ

મહાનગરપાલિકાને પ્રા એવોડર્સ અને સર્ટિફિકેટસ
– કલાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટફ્રેમ વર્કમાં રાજકોટને ૪–સ્ટાર
– હાઉસિંગ પ્રોજેકટને એલિટસ ઇનોવેશન પ્રોજેકટસ કેટેગરીમાં એવોર્ડ
– કેન્દ્ર સરકારની ઇટ સ્માર્ટ સિટી ચેલેન્જમાં પસંદગી પામેલા ૧૧ શહેરોમાં રાજકોટનો સમાવેશ
– વન પ્લાનેટ સિટી ચેલેન્જમાં રાજકોટને નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા–૨૦૨૨નો ખિતાબ
– સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૨માં રાજકોટ શહેરને ગુજરાતમાં બીજો ક્રમાંક
– બેસ્ટ સેલ્ફ સસ્ટનેબલ સિટીનો નેશનલ એવોર્ડ
– ઓટીપી આધારીત ફરિયાદ નિવારણને નેશનલ એવોર્ડ
– સાત આવાસ યોજનને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ એનાયત
– ફાયર સર્વિસ ટીમની શ્રે કામગીરી બદલ એવોર્ડ
– ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જ હેઠળ દેશના ૧૧૩ શહેરોમાંથી ટોપ–૧૧ શહેરોમાં રાજકોટની પસંદગી, .૧ કરોડનો પુરસ્કાર
– રાજકોટ શહેરને રનીંગ તેમજ સાઈકલીંગની સ્પર્ધામાં પાંચમો ક્રમ–વ્યકિતગત સ્પર્ધામાં નેશનલ લેવલે ત્રીજો ક્રમ
– એર કવોલિટી સુધારણા પ્રોગ્રામમાં દેશના ચાર શહેરમાં રાજકોટનો સમાવેશ
– સ્માર્ટ સિટી મિશન હેઠળના શહેરો વચ્ચેની સ્પર્ધામાં
વોટર કેટેગરીમાં ભારતમાં ત્રીજો ક્રમ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application