સિંગર અરિજીતે ગેરુઆ રંગ અંગે બે મહિના બાદ તોડ્યું મૌન

  • February 20, 2023 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોલકાતામાં ડિસેમ્બરમાં અરિજીત સિંહનું કોનસર્ટ રદ કરાયું હતું

અરિજીતે હવે કહ્યું- મેં સફેદ રંગ પર ગીત ગાયું હોત તો રદ થાત



પઠાનના બેશરમ ગીતમાં કેસરી બિકીનીએ બહુ વિવાદ સર્જ્યો હતો. છતાં ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઇ. આ પહેલાં ગત ડિસેમ્બરમાં પણ આવો એક વિવાદ સર્જ્યો હતો. ત્યારે સિંગર અરિજીત સિંહનું કોલકાતાનું કન્સર્ટ રદ કરી દેવાયું હતું. જે અંગે આટલા સમય બાદ અરિજીતે મૌન તોડ્યું છે.

લોકપ્રિય સિંગર અરિજીત સિંહ ફરી એકવાર વિવાદને કારણે ચર્ચામાં આવ્યો હતો. થોડાં સમય પહેલાં કોલકાતામાં અરિજીતની એક કોન્સર્ટ કેન્સલ કરવામાં આવ્યું હતું. તે સમયે એવી ચર્ચા હતી કે તેણે કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખ ખાનની ફિલ્મ 'દિલવાલે'નું ગીત 'રંગ દે તૂ મોહે ગેરુઆ..' ગાયું હતું. હવે અરિજીતે આ વિવાદ અંગે પહેલી જ વાર વાત કરી છે.


ડિસેમ્બર, 2022માં કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અરિજીતે શાહરુખ ખાનની ફિલ્મ 'દિલવાલે'નું ગીત 'ગેરુઆ..' ગાયું હતું. આ ફેસ્ટિવલમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતા. આ ગીત ગાયા બાદ અરિજીત સિંહની કોલકાતા કોન્સર્ટ કેન્સલ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપે આક્ષેપો કર્યા હતા કે અરિજીતે 'ગેરુઆ..' ગીત ગાયું એટલે તેની કોન્સર્ટ કેન્સલ થઈ.

અરિજીત સિંહની કોન્સર્ટની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં જ 18 ફેબ્રુઆરીના રોજ કોલકાતામાં અરિજીતે કોન્સર્ટમાં ચાર કલાક સુધી પર્ફોર્મ કર્યું હતું. સિંગરે કહ્યું હતું કે...


આટલો બધો વિવાદ માત્ર એક રંગ પર. ગેરુઆ રંગ સ્વામી વિવેકાનંદના સંન્યાસીઓનો રંગ છે. જો તેણે સફેદ રંગ અંગે ગીત ગાયું હોત તો શું સફેદ રંગ અંગે પણ વિવાદ થાત?

 તેના જવાબમાં તૃણમૂલ કોંગ્રેસના MLA તાપસ રોયે કહ્યું કે....

 'ગેરુઆ રંગ પર કોઈ વિવાદ નહોતો. આ રંગ આપણા તિરંગાનો હિસ્સો છે. ભાજપ હંમેશાં દરેક બાબતને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરે છે. અમારી પાર્ટી પર આ વાત નિર્ભર કરતી નથી કે કઈ ઇવેન્ટને શહેરમાં પરવાનગી મળશે કે નહીં. આ નિર્ણય માત્ર ને માત્ર વહીવટી તંત્ર લે છે. ભાજપ માત્ર અમારી પાર્ટી અને મમતા બેનર્જી વિરુદ્ધ બોલે છે. અરિજીત સિંહ જેવા સિંગર કોઈ પણ પોલિટિકલ પાર્ટીથી ઉપર છે. તેમની કમેન્ટ દરેક પોલિટિકલ પાર્ટી અંગે છે, માત્ર એક પાર્ટી માટે નથી.


TMCના નેતા ફિરહાદ હકીમે પણ કહ્યું હતું કે ઓર્ગેનાઇઝર્સે સ્થાનિક પોલીસને કોન્સર્ટ અંગે માહિતી આપી નહોતી અને તેથી જ કોન્સર્ટ કેન્સલ થઈ હતી. આ સમગ્ર ઘટના દરમિયાન 'પઠાન' ફિલ્મના ગીત 'બેશરમ રંગ..'નો વિવાદ ચરમસીમાએ હતો. આ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરી હતી અને તેનો વિરોધ દેશભરના વિવિધ સંગઠનોએ કર્યો હતો. અનેક હિંદુ સંગઠને ફિલ્મને થિયેટરમાં રિલીઝ ના કરવામાં આવે તેવી માગણી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application