રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું પાપ ! ગેમઝોનના સંચાલકોને બચાવવા પોલીસને ભલામણ

  • May 25, 2024 08:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું પાપ ! ગેમઝોનના સંચાલકોને બચાવવા પોલીસને ભલામણ

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં વિકરાળ આગ ભભૂકી છે. જેમાં અત્યાર સુધીમાં 10 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. સંચાલકોને બચાવવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પોલીસને ભલામણ કરી રહ્યા છે. TRP ગેમઝોનના માલિક, સંચાલકોને કડક સજા થવી જોઈએ, જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ તે પ્રકારની માંગ લોકો કરી રહ્યા છે. એવી સ્થિતિમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પોલીસ સંચાલકોને બચાવવા ભલામણ કરી રહ્યા છે. 

ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે અને શનિ રવિની પણ રજાને લઇને આજે TRP ગેમઝોનમાં બાળકો અને યુવાનો પહોંચ્યા હતા. એવામાં આગ લાગતા 10 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 15થી વધુ લોકોના રેસ્કયું કરવામાં આવ્યું છે. બપોરના સમયે લાગેલી વિકરાળ આગને લઈને પાંચ કિલોમીટર દૂર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયરની ટીમ, પોલીસની ટીમ તમામ અત્યારે ઘટનાસ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે. આગને લઇને આખું ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયું છે. હાલ સમગ્ર ઘટનાને લઈને ગેમઝોનના માલિકની ધરપકડ કરવામાં આવી છે. ફાયરની ટીમ દ્વારા સતત બે કલાકથી વધુ સમયથી એક બાદ એક મૃતદેહને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, હાલ તો 10 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ આ મૃત્યુ આંક હજુ પણ વધી શકે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application