ગુજરાત સરકારે રાજ્યમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે, જેના પરિણામે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS)ના તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યમાં માતા અને બાળમૃત્યુદર ઘટ્યો છે.
ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સરકારે કરેલા પ્રયાસો સંદર્ભે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજના અને કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યા છે.
રાજ્યમાં માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરી સંદર્ભએ મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, રાજ્યમાં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, ખિલખિલાટ, કસ્તુરબા પોષણ સહાય યોજના, નમોશ્રી યોજના જેવી વિવિધ યોજના/કાર્યક્રમનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ગત્ વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા નમો શ્રી યોજના અને અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓ માટેની નાણાકીય સહાય યોજના શરૂ કરાઇ હોવાનું મંત્રીશ્રી એ કહ્યું હતુ.
અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા બહેનોમાં જોવા મળતા ચિહ્નો
• બે વખતની ANC તપાસમાં હિમોગ્લોબીન ૬.૫ ગ્રામ કે તેથી ઓછું હોય,
• લોહીનું દબાણ ૧૮૦/૧૧૦ mm of Hg કે તેથી વધુ (૩ વખતે) હોય અને પગે સોજા આવવો અથવા પેશાબની તપાસમાં પ્રોટીન આવવું,
• ANC તપાસમાં કોઇપણ તબકકે BMI ૧૭ કરતા ઓછો હોય, ૬(છ) માસના સગર્ભાવસ્થા બાદ ૪ર કિલોથી ઓછુ વજન ધરાવતા સગર્ભા માતાઓ,
• પ્રસુતિ સમયે Placenta Previa ધરાવતા સગર્ભા બહેનો,
• સીકલ સેલ રોગ/ થેલેસેમીયા/ હિમોફીલીયાની બિમારી ધરાવતી સગર્ભા બહેનો,
• ક્ષયથી પીડીત સગર્ભા માતાઓ કે જને પ્રથમ હરોળની સારવાર અસરકારક ન હોય (known case of chronic tuberculosis with multi drug resistance),
• ગર્ભમાં ત્રણ અથવા ત્રણથી વધુ બાળકો ધરાવતી સગર્ભા બહેનો, અગાઉ ૨(બે) પ્રસુતિ દરિમયાન સિજેરીયન કરાવેલ હોય,
• જે સર્ગભા બહેનોને Chronic Kidney Disease (CKD Grade 2 અથવા વધારેની) હોય,
• બે વખતની સગર્ભા તપાસમાં હિમોગ્લોબીન ૬.૫ થી ૭ ગ્રામ % .
• સગર્ભાવસ્થા દરમ્યાન મધુપ્રમેહ,
• અગાઉ ત્રણ વખત ગર્ભ ઘારણ કરેલ હોય તેવી સગર્ભા બહેનો કે જેઓની આ વખતે ચોથી ડીલીવરી થવાની હોય
• ૪૫ વર્ષ કરતાં વધુ ઉંમર
• એઇડ્સ
આવા ચિહ્નો ધરાવતી બહેનોને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.૧૫,૦૦૦/-ના ઇન્સેન્ટીવમાંથી રૂ.૫૦૦૦/- પ્રથમ તબક્કે ૯ મો મહિનો શરુ થાય ત્યારે તુરંત અને ત્યાર બાદ રૂ.૧૦,૦૦૦/- બીજા તબકકે ૭ દિવસના હોસ્પિટલમાં રોકાણ બાદ અથવા તે પછી હોસ્પિટલથી રજા મળે, ત્યારબાદ ડીસ્ચાર્જ સ્લીપ ઉપરથી એક અઠવાડીયામાં DBT મારફતે રકમ તેઓના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
પ્રતિ લાભાર્થી લેખે જે એક “આશા” દ્વારા સગર્ભા માતાની નોંધણીથી પ્રસુતિના સમય દરમ્યાન અગત્યની તમામ સેવાઓ પુરી પાડવામાં મદદરૂપ થયેલ હોય અને અતિ જોખમી પ્રસુતિની શક્યતા વાળી પ્રસુતામાતાને ડિલીવરી બાદ ૭ દિવસના હોસ્પિટલમાં રોકાણ પછી રજા મળ્યા બાદ જે તે "આશા" બહેનને પ્રોત્સાહક રકમ રૂ.૩૦૦૦/- DBT મારફતે તેઓના ખાતામાં ચુકવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદનો બદલો દુબઈમાં લીધો, ભારતની ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
March 04, 2025 09:48 PMગુજરાતમાં માતા અને બાળમૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો, સરકારના સઘન પ્રયાસો સફળ
March 04, 2025 08:09 PMGPSC પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, વર્ગ-1 અને 2 માટે નવા નિયમો લાગુ, જાણો વિગતો
March 04, 2025 08:08 PMરાજકોટ-વીરપુર જલારામ વિવાદનો સુખદ અંત...જાણો સમગ્ર મામલો
March 04, 2025 08:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech