શ્રાવણીયા જુગારની મોસમ ખીલી: ૧૦ દરોડામાં ૧૭ મહિલા સહિત ૬૭ પત્તાપ્રેમીઓ ઝડપાયા

  • September 05, 2023 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં શ્રાવણિયા જુગારની મોસમ પુર બહારમાં ખીલી હોય તેમ શહેર પોલીસે જુગારના અલગ અલગ ૧૦ દરોડામાં ૧૭ મહિલા સહિત ૬૭ પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ અને મોબાઈલ સહિત કુલ પિયા ૧.૭૯ લાખની મતા કબજે કરી હતી.જુગારના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કોઠારીયા ગામ નીલકઠં સ્કૂલની પાછળ જીવનકિરણ સોસાયટી શેરી નંબર ૧ માં રહેતા કેસવ મેણંદભાઈ પરમારના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા કેશવ ઉપરાંત પ્રફુલ પરબતભાઈ દાફડા, મહેશ વીરજીભાઈ બગડા, ચંદ્રેશ હમીરભાઇ બગડા, અજય શૈલેષભાઈ મુછડીયા, મનોજ લમણભાઈ પરમાર, હાર્દિક શંકરભાઈ સોહલિયા, વિશાલ દિનેશભાઈ ટાંક અને મહેન્દ્ર ભાણજીભાઈ જોગલેને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ પિયા ૧૯,૮૫૦ કબજે કર્યા હતા. અન્ય દરોડામાં માધવ વાટિકા શેરી નંબર ત્રણ ગોકુલ પાર્ક પાસે જીતુ ગાંડુંભાઈ સાસકિયાના મકાનમાં જુગાર રમતા બે મહિલા સહિત ૯ ને ઝડપી લીધા હતા અને અહીંથી રોકડ પિયા ૧૨,૭૯૦ તથા ચાર મોબાઇલ સહિત કુલ પિયા ૪૬,૭૯૦ ની રોકડ કબજે કરી હતી. જુગાર રમતા પકડાયેલા શખસોમાં જીતુ ઉપરાંત જગદીશ બાધાભાઈ ચિરોડીયા, વાજસુર કાનાભાઈ સાકરીયા, મહેશ દિનેશભાઈ ત્રિવેદી,આકાશ અવનીષભાઈ ચૌધરી, પરેશ બીપીનભાઈ ભંડેરી, દિનેશ મેરામભાઇ ગાબુ, શીતલબેન જીતુભાઈ સોનલબેન વાજસુરભાઈનો સમાવેશ થાય છે.
માલવિયાનગર પોલીસે ગોંડલ રોડ પર એસ.ટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં જુગારના અલગ અલગ ત્રણ દરોડાઓમાં ૧૪ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. જેમાં પ્રથમ દરોડામાં મુકેશ ગોરાભાઇ રાઠોડ, સુજલ હર્ષદભાઈ ખીમસુરીયા, જગદીશ ચુનીભાઇ ચૌહાણ અને સાહિલ કિશોરભાઈ સાગઠીયાને ઝડપી લઇ રોકડ પિયા ૧૦,૨૦૦ કબજે કર્યા હતા. બીજા દરોડામાં રમેશ રાઘવભાઈ ચુડાસમા, નરેન્દ્ર ગોપાલભાઈ ચાવડા, સંજય કેશુભાઈ બગડા, ભરત ઉર્ફે ગટુ કાનજીભાઈ મકવાણાને ઝડપી લઇ રોકડ પિયા ૧૦,૪૦૦ કબજે કર્યા હતા. યારે જુગારના ત્રીજા દરોડામાં આશિષ ઈશ્વરભાઈ પરમાર,દેવજી ઉર્ફે મિથુન વાલાભાઈ મુછડીયા, કિરણ કનુભાઈ ચાવડા, સરતાજ હત્પસેનભાઇ સોલંકી અને સંજય બાબુભાઈ પરમારને ઝડપી લઇ રોકડ પિયા ૧૧,૭૦૦ કબજે કર્યા હતા.આ ઉપરાંત માલવીયાનગર પોલીસે નાનામોવા મેઇન રોડ પર આવેલા દેવનગરમાં શેરી નં.૧ માં જાહેરમાં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતાં.જેમાં હિતેષ મુકેશભાઇ રાઠોડ,મનસુખ હાજભાઇ વાણીયા,ચંદુભા જીલુભા રહેવર અને દિપક વિલાસભાઇ ગોસાઇને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ .૧૨,૨૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


તાલુકા પોલીસ મથકના સ્ટાફે મવડી વિસ્તારમાં બાલાજી પાર્ક શેરી નંબર ત્રણ બાપાસીતારામ ચોક ની બાજુમાં રસીલાબેન રસિકભાઈ કયાળાના મકાનમાં જુગાર રમતા ૧૦ મહિલા સહિત ૧૨ શખ્સોને ઝડપી લીધા હતા.જેમાં રસીલાબેન ઉપરાંત જયશ્રીબેન અનીલભાઇ વીસાણી, ડિમ્પ્લબેન સાગરભાઇ પીઠવા, ખુશ્બુબેન જસ્મીનભાઇ ચૌહાણ, કિરણબેન હિતેષભાઇ કોરાટ, ગીતાબેન અમરશીભાઇ પઢીયાર, બીનલબા ભગીરથસિંહ ચાવડા, મનીષાબેન અશ્ર્વિનભાઇ વરસાણી, રેખાબેન દિનેશભાઇ કુબાવત,મયાબેન નાથુભાઇ પરમાર, રજનીકાંત લમણભાઇ જાવીયા અને વિરેન્દ્ર ચંદુભાઇ રૈયાણીનો સમાવેશ થાય છે.પોલીસે પટ્ટમાંથી રોકડ . ૧૦,૭૦૦ કબજે કર્યા હતાં.


જયારે એલસીબી ઝોન–૧ ની ટીમે મોરબી રોડ પર આવેલા જય જવાન જય કિસાન સોસાયટીમાં ઉજવલ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતાં અને રોકડ . ૫૨૨૦ કબજે કર્યા હતાં.જુગાર રમતા પકડાયેલા શખસોમાં રમેશ રવજીભાઇ મંડલી,ચીરાગ ઉર્ફે ઘુધી દેવશીભાઇ ગોહેલ,મુકેશ હીરાભાઇ અઘારા,યુવરાજ કાળુભાઇ કરપડા,વજુ ઉર્ફે લાલો બાંભવા અને સિધ્ધરાજસિંહ મુળુરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.

યુનિવર્સિટી પોલીસે કિડની હોસ્પિટલ સામે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલ પામ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં ફલેટ નં.૧૧૦૨ માં રહેતા મેઘનાબેન ભવાનભાઇ લીખીયાના ફલેટમાં દરોડો પાડી અહીં જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત શખસોને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ .૨૬,૧૫૦ કબજે કર્યા હતાં.જુગાર રમતા મેઘનાબેન ઉપરાંત કાશ્મીરાબેન ભરતભાઇ આનંદપરા, રમાબેન અશોકભાઇ કોઠડીયા, રિન્કુબેન તુષારભાઇ કાંજીયા, વેદિકાબેન કમલભાઇ ઠાકર,અશોક મનજીભાઇ કોઠડીયા અને તુષાર જેન્તીભાઇ કાંજીયાનો સમાવેશ થાય છે.એલસીબી ઝોન–૨ ની ટીમે સાધુવાસવાણી રોડ પર શ્યામલ વરરીક્ષ એ વીંગ ફલેટ નં.૮૦૨ માં રહેતા જયેશગીરી પ્રભાતગીરી ગૌસ્વામીના ફલેટમાં દરોડો પાડી અહીં જુગાર રમતા જયેશગીરી ઉપરાંત રાજેશ મનસુખભાઇ ભીમજીયાણી,બીરેન રતીલાલભાઇ વાછાણી,ચેતન મહેન્દ્રભાઇ જોબનપુત્રા,પંકજ અશોકભાઇ ધધડા અને પનીત પ્રવિણભાઇ જોશીનો સમાવેશ થાય છે.પોલીસે પટ્ટમાંથી રોકડ . ૨૫૯૬૦ કબજે કર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application