બોલિવૂડની પ્રતિભાશાળી અને ટોચની અભિનેત્રીઓમાંની એક શ્રદ્ધા કપૂર તેની ફિલ્મો અને અભિનય માટે જાણીતી છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર કંઈક ને કંઈક શેર કરતી રહે છે. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક નવો ફોટો શેર કર્યો છે. લોકો તેના પર ભારે ટીપ્પણીઓ કરી રહ્યા છે અને રાહુલ મોદી સાથેના તેના સંબંધોને કન્ફર્મ માની રહ્યા છે.
આ દિવસોમાં શ્રદ્ધા કપૂર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા રાહુલ મોદીને ડેટ કરી રહી છે. આ વાતો ત્યારે શરૂ થઈ જ્યારે અનંત અંબાણી અને રાહુલ મોદીના પ્રી-વેડિંગ દરમિયાન શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ત્યારથી તેમના ડેટિંગના સમાચારોએ જોર પકડ્યું છે. આ પછી શ્રદ્ધા કપૂરે તેના ગળામાં R અક્ષરનું લોકેટ પહેર્યુ છે જે બાદ હવે તેમની ડેટિંગ કન્ફર્મ થઈ રહી છે
શ્રદ્ધાએ ગળામાં પહેરેલા લોકેટે લોકોનું ધ્યાન ખેંચ્યું
શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી અગાઉ પણ ઘણી બધી વખત એકબીજાને સાથે જોવા મળ્યા હતા. જો કે, આ અંગે હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. પરંતુ હવે શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર જે ફોટો શેર કર્યા છે તે જોઈને લાગે છે કે બંને જલ્દી જ પોતાના સંબંધો પર મહોર લગાવવા જઈ રહ્યા છે. ખરેખર, શ્રદ્ધાએ શેર કરેલા ફોટામાં તેણે જાંબલી રંગનો નાઈટ ડ્રેસ પહેર્યો છે. પરંતુ તેના ચાહકોનું ધ્યાન તેના ગળામાં લાગેલું પેન્ડન્ટ છે, જેમાં ‘R’ લખેલું છે.
આ જોઈને ચાહકો કહી રહ્યા છે કે શ્રદ્ધા કપૂરના ગળામાં જે આર છે તે રાહુલ મોદી માટે છે. જો કે, શ્રદ્ધાએ કેપ્શન લખ્યું, “કંઈ નહીં, રવિવાર છે, તેથી હું કંઈ નથી કરી રહી.” હવે ચાહકોએ આ તસવીરો પર જોરદાર કમેન્ટ કરી છે.
કોણ છે રાહુલ મોદી
રાહુલ લવ રંજનની પ્યાર કા પંચનામા 2, સોનુ કે ટીટુ કી સ્વીટી અને શ્રદ્ધા, રણબીર કપૂર-સ્ટારર તુ જૂઠી મેં મક્કરના લેખક છે. મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા રાહુલે વ્હિસલિંગ વુડ્સ ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો છે. તેણે 2011ની ફિલ્મ પ્યાર કા પંચનામાના સેટ પર ઇન્ટર્ન કર્યું અને આકાશ વાણી જેવા અન્ય પ્રોજેક્ટ્સ પર એસોસિયેટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. તેના પિતા આમોદ બિઝનેસમેન છે.
શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી
અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ટૂંક સમયમાં તેમના સંબંધોની પુષ્ટિ કરશે. જો શ્રદ્ધાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે રણબીર કપૂર સાથે ફિલ્મ ‘તુ ઝૂથી મેં મક્કર’માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં અમર કૌશિકની કોમેડી હોરર ફિલ્મ ‘સ્ત્રી 2’માં પંકજ ત્રિપાઠી અને રાજકુમાર રાવ સાથે જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech