ટામેટાંની સુરક્ષા માટે દુકાનદારે રાખ્યા બાઉન્સર, અખિલેશ યાદવે કહ્યું ટામેટાને Z+ સુરક્ષા આપો

  • July 10, 2023 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોડા દિવસો પહેલા સુધી ટામેટાં 10-20 રૂપિયામાં મળતા હતા, પરંતુ હવે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. આજના સમયમાં ટામેટાંના ભાવ પેટ્રોલ અને ડીઝલના ભાવ કરતા પણ વધુ થઈ ગયા છે. આવી સ્થિતિમાં લોકો વિચારતા હોય છે કે શાકભાજીમાં તેનો ઉપયોગ કરવો કે નહીં. ઉત્તર પ્રદેશના વારાણસીનો એક દુકાનદાર આ દિવસોમાં ટામેટાંની વધતી કિંમતોને કારણે ચર્ચામાં આવ્યો છે. તેની ચર્ચાનું કારણ એ છે કે તેણે ટામેટાંની સુરક્ષા માટે પોતાની દુકાન પર બે બાઉન્સર તૈનાત કર્યા છે.


તમે જ્વેલરી શોપમાં કે કદાચ બાર, રેસ્ટોરન્ટ અને હોટલમાં બાઉન્સર તહેનાત જોયા હશે, પરંતુ તમે ક્યારેય નહીં જોયું હોય કે કોઈ શાકભાજીની સુરક્ષા માટે બાઉન્સર તૈનાત કરવામાં આવ્યા હોય. સોશિયલ મીડિયા પર તેની તસવીર પણ વાયરલ થઈ રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે શાકભાજીની દુકાન પર એક વ્યક્તિ બેઠો છે અને દુકાનની સામે કાળા સૂટ-બૂટ અને ચશ્મા પહેરેલા બે બાઉન્સર છે. દુકાનદારે કેટલાક પોસ્ટર પણ લગાવ્યા છે, જેમાં લખ્યું છે કે, 'પહેલા પૈસા, પછી ટામેટા'. આ શાકભાજી વેચનારનું નામ અજય ફૌજી જણાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, આ બાઉન્સર શાકભાજી વિક્રેતાએ નહીં પણ ઉત્તરપ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતાઓએ ઊભા કર્યા હતા. ટામેટાના ભાવ વધારાને લઈને સરકાર પર ઘેરવા માટે આ નાટક ઊભું કરાયું હતું. શાકભાજીની દુકાન પર સમાજવાદી પાર્ટીના નેતાઓએ બે બાઉન્સર તૈનાત કર્યાનો મામલો કાનૂની માર્ગે ગયો છે. જ્યારે આ વીડિયોથી હોબાળો થયો ત્યારે પોલીસ શાકભાજીની દુકાનમાં પહોંચી, જ્યાં ટામેટાંના રક્ષણ માટે બંને બાઉન્સરની ડ્યુટી લગાવવામાં આવી હતી. શાકભાજી વિક્રેતાને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો


અજય ફૌજી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ પર વાત કરતા કરતા ફરાર થઇ ગયો હતો. પોલીસ તેને શોધતી રહી હતી પણ મળ્યા નહતા. તે બાદ પોલીસ શાકભાજી વેચનારાની દુકાન પર પહોચી હતી અને શાકભાજીના વેપારી જયનારાયણને પકડીને લઇ ગઇ હતી. આ ઘટનાને લઇને અખિલેશ યાદવે ટ્વીટ કરીને યુપી સરકાર અને પોલીસ પર સવાલ ઉભા કર્યા છે. અખિલેશ યાદવે લખ્યુ, વારાણસીમાં મોંઘવારી જેવા જનહિતના વિષય પર સરકારનું ધ્યાન આકર્ષનારા શાકભાજીના વેપારીને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવો કેટલો યોગ્ય છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application