શશિ થરુરના પીએની સોનાની દાણચોરીમાં ધરપકડ કરાઈ

  • May 30, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીના આરોપમાં કોંગ્રેસ નેતા શશિ થરના અંગત સહાયકની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર થરૂરના અંગત સહાયક શિવ કુમાર વિદેશ પ્રવાસથી પરત ફરેલા વ્યકિત પાસેથી સોનું લેતા ઝડપાયા હતા.કોંગ્રેસ નેતા અને કેરળની તિવનંતપુરમ સીટના સીટીંગ સાંસદ શશિ થરૂરના અંગત મદદનીશ શિવ કુમાર કસ્ટમ વિભાગના હાથે ઝડપાઈ ગયા છે. દિલ્હીના એરપોર્ટ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. શિવ કુમાર વિદેશ પ્રવાસથી પરત ફરેલા તેના એક પરિચિત પાસેથી સોનું લઈ રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યકિતએ વિદેશથી લાવેલું સોનું શિવ કુમારને આપ્યું હતું. દરમિયાન કસ્ટમ વિભાગે કાર્યવાહી કરતા પહેલા તેની અટકાયત કરવામાં આવી હતી અને પછી ધરપકડ કરવામાં આવી હતી.

એવું કહેવામાં આવ્યું હતું કે સોનાની કિંમત ૫૫ લાખ પિયાની આસપાસ છે. જો કે શિવકુમાર કસ્ટમ અધિકારીઓને સોના વિશે કોઈ નક્કર માહિતી આપી શકયા નથી. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ–૩નો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતા શશિ થરના પીએ હોવાનો દાવો કરનાર શિવ પ્રસાદને કસ્ટમની ટીમે પકડી લીધો હતો


સોનાની દાણચોરીનો આરોપ
મળતી માહિતી મુજબ શિવ પ્રસાદ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ–૩ પર કોઈને મળવા આવ્યા હતા. તે વ્યકિત વિદેશ પ્રવાસેથી પરત ફર્યેા હતો. કસ્ટમ વિભાગના અધિકારીઓ લાઇટ દ્રારા ટર્મિનલ–૩ પર આવતા મુસાફરો પર ખાસ નજર રાખે છે. દરમિયાન ગ્રીન ચેનલ પર કસ્ટમની ટીમે શિવકુમારને તપાસ માટે રોકયો હતો. તપાસ દરમિયાન તેમના કબજામાંથી સોનું મળી આવ્યું હતું. યારે તેને આ સોના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે આ અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શકયો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application