જામનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી કાર્યવાહી કરીને ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના બે પોલીસકર્મીઓને ₹8,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ સફળ ટ્રેપ 21 મે, 2025 ના રોજ પાર પાડવામાં આવી હતી, જેમાં એક ASI અને એક હેડ કોન્સ્ટેબલ લાંચ સ્વીકારતા પકડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી વિરુદ્ધ થયેલી એક અરજીની તપાસ આરોપી ASI યુવરાજસિંહ જગદીશસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી રહી હતી, જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા તેને મદદ કરી રહ્યા હતા. યુવરાજસિંહે ફરિયાદીને હેરાન ન કરવા, લોકઅપમાં ન બેસાડવા અને તાત્કાલિક મામલતદાર કચેરીમાં રજૂ કરવાના અવેજ પેટે ₹10,000ની લાંચની માંગણી કરી હતી. તેણે આ રકમ પુષ્પરાજસિંહને આપી દેવાનું જણાવ્યું હતું.
તારીખ 19 મે, 2025 ના રોજ, પુષ્પરાજસિંહે ફરિયાદીને અટક કરીને મામલતદાર કચેરીમાં રજૂ કરતા પહેલા ₹10,000 માંગ્યા હતા. તે સમયે ફરિયાદી પાસે એટલી રકમ ન હોવાથી, પુષ્પરાજસિંહે ₹2,000 લઈ લીધા હતા અને બાકીના ₹8,000 ફોન કરીને આપી જવાનું જણાવ્યું હતું.
ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ આપી. ફરિયાદીની ફરિયાદના આધારે ACB, રાજકોટ એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન. વિરાણી અને તેમના સ્ટાફે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન, આરોપી યુવરાજસિંહે લાંચની રકમ પુષ્પરાજસિંહને આપી દેવાનું કહેતા, પુષ્પરાજસિંહે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી ₹8,000ની લાંચ સ્વીકારી હતી. આમ, બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનો આચર્યો હતો અને પકડાઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech