શાહરુખ સલમાનની કેમિસ્ટ્રી દમદાર બનાવવા મેકર્સે પાણીની જેમ પૈસા વહાવ્યા

  • May 06, 2023 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બની ગયેલી ફિલ્મ ટાઇગર 3ના ખાનબંધુના સીન ફરી રિશૂટ થઇ રહ્યા છે
  • યશરાજ ફિલ્મ્સે બંનેના સીન માટે કરોડોનો ખાસ સેટ ઉભો કર્યો


શાહરુખ ખાનની ચાર વર્ષ બાદ કમબેક કરનારી ફિલ્મ પઠાનએ દેશ જ નહીં વિશ્વભરમાં ડંકો વગાડી કમાણીના નવા રેકોર્ડ સ્થાપી દીધી. આ ફિલ્મમાં ભાઇજાન સલમાન ખાનનો કેમિયો લોકોને બહુ પસંદ પડયો. જેથી ફિલ્મના નિર્માતા યશરાજ બેનર સલમાનની આગામી ફિલ્મ ટાઇગર 3માં શાહરુખનો કેમિયો દમદાર બનાવવા માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યું છે.


બોલિવૂડમાં આમ પણ ખાન ત્રિપુટી પ્રખ્યાત છે. તેમાં પણ  શાહરુખ અને સલમાનના નામે ઘણી ફિલ્મો હિટ થઇ ગઇ. એ અલગ વાત છે કે અત્યાર સુધી ફુલફ્લેજ બંને માત્ર એક જ ફિલ્મ કરમ અર્જુનમાં દેખાયા. પરંતુ તેમના સાથની ઘણી ફિલ્મો હિટ રહી છે. એક માત્ર ઝીરોને છોડીને.


શાહરુખ સલમાનની મિત્રતા પણ  જાણીતી. તેમના ફેન્સ ફરી તેમને એક સાથે જોવા માંગે છે. હાલમાં જ બંને એકસાથે ફિલ્મ 'પઠાન'માં જોવા મળ્યા હતાં. હવે એકવાર ફરી બંને એક્ટર 'ટાઈગર 3'માં સાથે જોવા મળશે. 'ટાઈગર 3' સલમાન ખાનની આગામી ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન કેમિયો કરતો જોવા મળશે. બંનેને મોટા પડદા પર એકસાથે જોવું એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નહીં હોય.


સલમાન ખાન અને શાહરૂખ ખાન મોટા પડદા પર સાથે દેખાયા છે. તે ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એવામાં સલમાન અને શાહરૂખનું જબરદસ્ત એક્શન ટાઇગર 3માં જોવા મળશે. બંનેને સાથે લાવવા ફિલ્મ મેકર્સે ટાઇગર 3નું શુંટિંગ પુરું થઇ ગયું હોવા છતાં નવેસરથી તેમના સીન ફિલ્માવી રહ્યા છે.


રિપોર્ટ અનુસાર સલમાન અને શાહરુખ ખાનના એક્શન સીન પર કરોડો રુપિયા ખર્ચવામાં આવશે. જેની કિંમત સાંભળી તમારા પણ હોશ ઉડી જશે.  અંદાજો પણ નહીં લગાવી શકો કે, મેકર્સ આ ફિલ્મ પર કેટલાં કરોડ ખર્ચવા જઈ રહ્યા છે.



કહેવામાં આવી રહ્યું છે કે, સલમાન અને શાહરૂખના એક એક્શન સીન માટે એક વિશાળ સેટ બનાવવામાં આવી રહ્યો છે, જેની કિંમત લગભગ 35 કરોડ છે. રિપોર્ટ અનુસાર,તેનું શૂટિંગ 8 મેથી શરૂ થશે. ટાઈગર 3માં સલમાન ખાન સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ દિવાળીના અવસર પર રિલીઝ થશે. સલમાન અને શાહરૂખના ફેન્સ માટે આ દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application