આજે મ્યાનમારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. રાજધાની દિલ્હી અને નજીકના NCR વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિઓસાયન્સીસ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તેનું કેન્દ્ર મંડલે શહેરની નજીક સ્થિત હતું. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના આંચકા બાદ સેંકડો લોકો ગભરાટમાં ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. મ્યાનમારમાં આ ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જ્યારે બેંગકોકમાં બિલ્ડિંગો પત્તાની માફક ધરાશાયી થતી હોવાના વીડિયો સામે આવ્યા છે.
મ્યાનમારમાં આવેલા ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. તે જ સમયે, પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઉત્તરપૂર્વમાં મ્યાનમાર અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરની સરહદ ધરાવે છે.Insane!!
— Nabila Jamal (@nabilajamal_) March 28, 2025
Violent 7.0-Magnitude Quake Strikes Myanmar, Buildings Fall as Tremors Reach Bangkok
Epicenter: Central #Myanmar, 50 km east of Monywa
Depth: 10 km, making it a shallow and strong quake
Strong tremors felt in #Bangkok causing panic & evacuations. Water splashed from… pic.twitter.com/rI4d0AetpY
ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે
મ્યાનમાર અને ભારત ઉપરાંત બેંગકોકમાં પણ 6.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં સૌપ્રથમ 11:52 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને ત્યાર બાદ 12:02 વાગ્યે ફરી અનુભવાયો હતો. આ રીતે એક પછી એક બે આંચકા આવ્યા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું.
સ્વિમિંગ પૂલનું પાણી છલકવા લાગ્યું
બેંગકોક પ્રશાસનનું કહેવું છે કે, ભૂકંપ એટલો જોરદાર હતો કે ઈમારતો પર બનાવેલા સ્વિમિંગ પૂલનું પાણી છલકવા લાગ્યું. લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના મંડલે શહેર નજીક હોવાનું કહેવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech