બેંગલુરુના પાર્કમાં વાયરસ ફેલાતા દીપડાના સાત બચ્ચાનાં મોત

  • September 20, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેંગલુ બાયોલોજિકલ પાર્કમાં ઘાતક વાયરસ ફેલાતા દીપડાના ૭ બચ્ચાના મોતથી ચકચાર મચી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રોગના પ્રથમ કેસ ૨૨ ઓગસ્ટના રોજ નોંધાયા હતા. મૃત્યુ પામેલા સાત દીપડાના બચ્ચા ત્રણથી આઠ મહિનાના હતા. તેને રસી આપવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પેનલેયુકોપેનિયા વાયરસની ઝપેટમાં આવ્યા બચ્ચા

મળતી માહિતી મુજબ બેંગલુના એક બાયોલોજિકલ પાર્કમાં વાયરસના ફેલાવાને કારણે હંગામો મચી ગયો હતો. બેંગલુના બેનરઘટ્ટા બાયોલોજિકલ પાર્કમાં દીપડાના સાત બચ્ચા અત્યતં ચેપી વાયરસથી સંક્રમિત થયા બાદ મૃત્યુ પામ્યા છે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે ફેલાઈન પેનલેયુકોપેનિયા બિલાડીનો એક વાયરલ રોગ છે જે ફેલાઈન પરવોવાઈરસ દ્રારા ફેલાય છે. તેમણે કહ્યું કે બિલાડીના બચ્ચાં તેનાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રોગના પ્રથમ કેસ ૨૨ ઓગસ્ટના રોજ નોંધાયા હતા. જીવ ગુમાવનારા દીપડાના સાત બચ્ચા ત્રણથી આઠ મહિનાના હતા. તેને રસી આપવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાયોલોજિકલ પાર્કના એકિઝકયુટિવ ડાયરેકટર એ.વી. સૂર્ય સેને જણાવ્યું હતું કે તમામ સાત બચ્ચાઓને રસી આપવામાં આવી હોવા છતાં તેમને ચેપ લાગ્યો હતો. હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને છેલ્લા ૧૫ દિવસમાં એક પણ બચ્ચાનું મૃત્યુ નોંધાયું નથી, તેમણે કહ્યું. અમે તમામ જરી પગલાં લીધાં છે, તમામ જરી પ્રક્રિયાઓનું પાલન કયુ છે અને અમારા વરિ પશુચિકિત્સકો સાથે પણ ચર્ચા કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application