રોકડા ‚પિયા ૮૦ હજાર સાથે સાત જુગારી ઝડપાયા

  • August 08, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના દાણાપીઠ વિસ્તારમાંથી ગંગાજળીયા પોલીસે લાઈટના ઉજાશમાં જુગાર રમી રહેલા સાત શખ્સને રોકશા રૂપિયા ૭૯, ૧૪૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગંગાજળીયા પોલીસને પટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલી સંતુર ચેમ્બર નજીક લાઈટના ઉજાશમાં જુગાર રમી રહેલા રોહિત દિનેશ ઠાકોર (રે. હરીઓમ નગર, ભરતનગર), સમીર મનુ ચુડાસમા (રે. પ્લોટ નંબર ૧૨, ખલાસી સોસા., ક. પરા), અજય દામજી ગોહેલ (રે. રૂખડીયા હનુમાનજી નજીક, ક. ઙફિ), અસ્વિન ઉર્ફે અસુ ભરત સોંલકી ((રે. ક. પરા ), કિશન ઉર્સ બાંગર ભરત ગોહેલ (રે. ભરવાડ વાળો ખાંચો, ક. પરા ), ઇસ્વર મનસુખ મકવાણા (રે. ક. પરા )અને જીતેશ ઉર્ફે જીતો બાબુ ચુડાસમા (રે. ૪૦૧, આવાસ યોજના, એરપોર્ટ રોડ) ને રોકડા રૂપિયા ૭૯, ૧૪૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application