હસનવાડીમાં રહેતા બેંકના નિવૃત કર્મીએ ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવી લીધો હોવાનો બનાવ બન્યો છે.જે અંગે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરતા કમ્બોડીયન ગેંગની કૃત્ય હોવાનું સામે આવ્યું હતું.આ મામલે પોલીસે જુનાગઢથી બે, અમદાવાદથી એક અને બનાસકાંઠાથી ત્રણ સહિત સાત શખસોને ઝડપી લીધા છે.આ ઉપરાંત અન્ય એક શકમંદની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓને આજરોજ રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે.
હસનવાડી શેરી નં.૨માં રહેતાં અને સુરત ખાતે પંજાબ નેશનલ બેન્કમાં નોકરી કરી હાલ નિવૃત જીવન વિતાવતાં મહેન્દ્રભાઈ અંદરજીભાઈ મહેતા (ઉ.વ. ૭૩) ને અજાણ્યા નંબર પરથી કોલ કરી મુંબઇના તીલકનગરમાં તમારા વિધ્ધ ફરિયાદ થઇ છે કહી ડિજિટલ એરેસ્ટ કરી ડરાવી તેમની પાસેથી .૫૬ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતાં.જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ બી.બી.જાડેજા તથા ટીમે તપાસ હાથ ધરી આ ફ્રોડમાં સાત આરોપીને ઝડપી લીધા છે. જેમાં મહેકકુમાર ઉર્ફે મયકં નીતિનભાઇ જોટાણીયા (ઉ.વ. ૨૪ રહે. બ્લોક–એ, ૪૦૧ વર્ધમાન કોમ્પલેક્ષ ગેબનશા રોડ, દેવ વાડી પાસે જુનાગઢ), હિરેનકુમાર મુકેશભાઇ સુબા (ઉ.વ.૩૧ રહે. મુળ. બ્લોક નં.– ૩૦૭ અમરનાથ એપાર્ટમેન્ટ, જોશીપુરા પોલીસ ચોકી સરદારપરા જુનાગઢ), પઠાણ મહમદરીઝવાનખાન ઇશાકખાન(ઉ.વ. ૩૫ રહે. મકાન નં.૧૩૬૩ માતાજી ડેલુ સલાપસ રોડ પથ્થરકુવા પટવા શેરી અમદાવાદ), પરેશ ખોડાભાઇ ચૌધરી(ઉ.વ. ૨૯ રહે. મૂ. રામજી મંદીર મોટી શેરી ચૌધરીવાસ અરજણસર તા.રાધનપુર જી. પાટણ), કલ્પેશ ખોડાભાઇ ચૌધરી (ઉ.વ. ૨૪ રહે. મૂ. રામજી મંદીર મોટી શેરી ચૌધરીવાસ અરજણસર તા.રાધનપુર જી. પાટણ),વિપુલકુમાર લાભુભાઇ દેસાઇ (ઉ.વ. ૩૫ રહે. રબારીવાસ ચેહર માતાના મંદીરની બાજુમા કંબોઇ ગામ તા.ચાણસમા જી.પાટણ) નો સમાવેશ થાય છે.
પોલીસે આ સિવાય અન્ય એક શંકમદને પણ ઉઠાવી લઇ તેની પુછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓ પૈકી વિપુલ દેસાળ મુખ્ય સૂત્રધાર હોવાની શંકા સેવાઇ રહી છે.આરોપી વિપુલ અગાઉ બે કરોડની છેતરપિંડીની ગુનો બાલીસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગે તપાસ કરવા પોલીસે ઝડપાયેલા આરોપીઓને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કર્યા છે. આ કામગીરી કરનાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ બી. બી. જાડેજા, એમ. એ. ઝણકાત તથા એ.એસ.આઇ. જે. કે. જાડેજા, કે.ડી. ટીમ્બડીયા,હેડ કોન્સ. શિવભદ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ઝાલા, પ્રદિપભાઇ કોટડ,કોન્સ. કિશોરસિંહ ઝાલા, કિશોરભાઇ રંગાણી, જયપાલસિંહ સોલંકી, પૃથ્વીરાજસિંહ જાડેજા, હર્સરાજસિંહ જાડેજા, હરેશભાઇ સાવલીયા, ભાવેશભાઇ શિરોડીયા, સત્યજીતસિંહ ગોહિલ તથા કોન્સ. સુધીરભાઇ સુતરીયા સહિતના સાથે રહ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech