છેલ્લા ૪ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં તેજી જોવા મળી રહી હતી. બજાર લગભગ ૩ ટકા સુધયુ હતું. હવે આજે અચાનક સેન્સેકસ અને નિફટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેકસ ૭૬૦ પોઈન્ટસ અથવા ૦.૯૫ ટકા ઘટીને ૭૯,૪૭૩ પર, યારે નિટી–૫૦ ૧૨ વાગ્યે ૧૯૨ પોઈન્ટસ અથવા ૦.૭૯ ટકા ઘટીને ૨૪,૦૮૨ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૨૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૦૦૫ ઉપર અને નિટી ૩૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૯૦૩ ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ આઈટી શેરોમાં કડાકો છે. કારણ કે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને લઈને હજુ પણ ચિંતાઓ છે અને અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડા અંગે અનિશ્ચિતતા ફરી વધી છે. યુએસ ફુગાવાના ડેટા દર્શાવે છે કે યુએસ વ્યાજદરમાં ઘટાડાથી મંદીની સીધી અસર ખર્ચ પર પડશે અને ભારતમાં આઈટી અને ફાર્મા જેવા ક્ષેત્રોને પણ અસર કરશે, જે યુએસ માર્કેટ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. આટલું જ નહીં, યારે અમેરિકાએ ચીન પર ટેરિફ ચાર્જ લગાવ્યો ત્યારે તેની અસર ચીનના આઈટી સ્ટોક પર પડી, જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી. નિટી આઈટી ઈન્ડેકસમાં ૨ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો.
સેન્સેકસ શેરોમાં, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એમ એન્ડ એમ, એચસીએલ ટેક, ટીસીએસ અને પાવર ગ્રીડ સૌથી વધુ ૩% ઘટા હતા.
બીજી તરફ, માત્ર એસબીઆઈ, અદાણી પોટર્સ અને ટાટા મોટર્સ જ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. દરમિયાન, અદાણી ગ્રૂપની કંપનીઓના શેર શઆતના ટ્રેડિંગમાં ૯.૩ ટકા જેટલા વધ્યા હતા યારે જૂથે સ્પષ્ટ્રતા કરી હતી કે ગયા અઠવાડિયે ફરિયાદીઓએ તેના મુખ્ય અધિકારીઓ પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેકિટસ એકટના ઉલ્લંઘનનો આરોપ મૂકયો નથી ત્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી ટોટલ ગેસ અનુક્રમે ૯ ટકા અને ૯.૩ ટકા વધ્ય હતા. અદાણી ગ્રીન એનજીર્નેા શેર પણ ૮.૩ ટકા વધીને . ૧,૦૭૨ની દિવસની ટોચે પહોંચ્યો હતો.
અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી વિલ્મર અને અદાણી પોટર્સના શેરમાં ૫ ટકા સુધીનો વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં મંગળવારે જલેબી ઉત્સવની થશે ઉજવણી
December 23, 2024 11:58 AMજામનગરમાં યુનિયન સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ
December 23, 2024 11:54 AM૨૦૨૫માં આઈપીઓ દ્રારા ૭૫ કંપનીઓ ૨.૫૦ લાખ કરોડ રૂપિયા એકત્ર કરશે
December 23, 2024 11:52 AMખંભાળિયા નજીકના ટોલ પ્લાઝામાં નુકસાની કરવા સબબ ટ્રક ચાલક સામે ગુનો
December 23, 2024 11:51 AMસંભલમાં મંદિરના અસ્તિત્વના પુરાવાઓ મળ્યા, હવે લઈને જ રહીશું: રામભદ્રાચાર્ય
December 23, 2024 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech