આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજારે તેનું સ્વાગત કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે. શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ના સેન્સેક્સે જોરદાર ઉછાળો નોંધાવ્યો અને પ્રથમ વખત 75,000ના આંકને પાર કર્યો. સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી ઈન્ડેક્સ પણ રોકેટની ઝડપે દોડ્યો હતો અને 22,700ની નવી ટોચે પહોંચ્યો હતો.
આજે શાનદાર વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં મજબૂત ગતિ સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. બીએસઈ સેન્સેક્સે સવારે 9.15 વાગ્યે પ્રથમ વખત 75000નો આંકડો પાર કર્યો અને 75,124.28 પર ખુલ્યો અને આ તેનું સર્વકાલીન ઉચ્ચ સ્તર છે. ગઈકાલે બીએસઈ સેન્સેક્સ 74,742.50 ના સ્તર પર બંધ થયો હતો.
એનએસઈ નિફ્ટી પણ સેન્સેક્સની હિલચાલ સાથે મેળ ખાતી હોય તેવું લાગી રહ્યું હતું અને બજાર ખૂલતાંની સાથે જ નવી ટોચે પહોંચ્યું હતું. નિફ્ટીએ 22,765.10 ના રેકોર્ડ સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું, એનએસઈનો આ ઇન્ડેક્સ પાછલા ટ્રેડિંગ દિવસે 22,666.30 ના સ્તર પર બંધ થયો હતો.
વૈશ્વિક બજારમાં આજે સકારાત્મક સંકેતો દેખાઈ રહ્યા છે. ગિફ્ટી નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.
આ સિવાય અમેરિકન બજારોમાં ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. કાચા તેલની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.
યુએસ અને અન્ય એશિયન બજારોના સારા સંકેતો પાછળ સેન્સેક્સ અને નિફ્ટીએ આ સપ્તાહની મજબૂત શરૂઆત કરી છે.
આજના સવારના ટ્રેડિંગ સેશનમાં જ સેન્સેક્સ-નિફ્ટી હાઈએસ્ટ લેવલએ પહોંચી ગયા છે. દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઓટો શેર્સમાં થયેલા વધારાને કારણે આજે ઉછાળાને મદદ મળી છે. મોટા નામોની સાથે નાના અને મધ્યમ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે.
બીએસઇ મિડકેપ ઈન્ડેક્સમાં 0.5 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયા નગરપાલિકા દ્વારા ચાલુ નોકરીએ મૃત્યુ પામેલ સફાઈ કર્મચારીના પરિવારને સહાય
November 14, 2024 10:41 AMદ્વારકા: અમૂલ્ય ધરોહરની જાળવણી અંગે પગલા લેવા કલાપ્રેમીઓની પ્રબળ માંગ
November 14, 2024 10:36 AMકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસે લોકસંપર્ક યોજાયો
November 14, 2024 10:32 AMજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMકાલાવડમાં લગ્નની લાલચ આપી તરૂણીનું અપહરણ
November 14, 2024 10:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech