સ્પર્ધાત્મક પરીક્ષા પ્રથમ વખત ઓનલાઇન લેવામાં ગૌણ સેવા પસંદગી મંડળ ફુલ્લી પાસ

  • December 18, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારી કચેરીઓમાં ખાલી પડેલી જુદી જુદી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા દ્રારા ભરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા અનેક પરીક્ષાઓ વર્ષ દરમિયાન લેવાતી હોય છે. અત્યાર સુધી આ પ્રકારની પરીક્ષા ઓફલાઈન લેવાનો અનુભવ ધરાવનાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ગઈકાલે તેના ઇતિહાસમાં પ્રથમ વખત ઓનલાઇન એકઝામ લીધી હતી અને પ્રથમ પ્રયાસમાં જ સંપૂર્ણ સફળતા મળતા હવે આગામી દિવસોમાં અન્ય પરીક્ષાઓ પણ તેમાં સમાવિષ્ટ્ર કરવાની દિશામાં કામગીરી શ થઈ ગઈ છે.

તલાટીઓકલાર્ક, લોકરક્ષક દળની પરીક્ષાઓમાં પેપર લીક થવાની અનેક વખત ઉઠેલી વ્યાપક ફરિયાદો પછી સરકારે આ કામગીરીમાં પાયાના અનેક ફેરફારો કર્યા છે. હવે મહત્વનો ફેરફાર નીટ જેવી રાષ્ટ્ર્રીય કક્ષાએ લેવામાં આવતી પરીક્ષાની માફક ગુજરાતમાં પણ આવી પરીક્ષાઓ ઓનલાઈન લેવાની દિશામાં સરકાર આગળ વધતી હોવાનું સૂત્રો જણાવે છે. આ સૂત્રોના જણાવ્યા મુજબ ગયા રવિવારની પરીક્ષા માત્ર ગૌણ સેવા પસંદગી મંડળ માટે જ ટેસ્ટ ન હતી પરંતુ આ પ્રકારની પરીક્ષા લેવા માટે સરકારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) ને જવાબદારી સોપી હતી અને તેમાં સફળતા મળી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application