સિયાલદહ-અજમેર એક્સપ્રેસ બની બર્નિંગ ટ્રેન, મુસાફરોએ બારીમાંથી કૂદીને બચાવ્યો જીવ

  • June 06, 2023 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓરિસ્સામાં કોરોમંડલ ટ્રેન દુર્ઘટનાની આગ હજુ ઠંડી પણ નથી પડી કે મંગળવારે સવારે સિયાલદહથી અજમેર જતી 12987 એક્સપ્રેસ ટ્રેનમાં શોર્ટ સર્કિટ થયું હતું. થોડી જ વારમાં આખી બોગીમાં આગ લાગી ગઈ. ભારે મુશ્કેલીથી મુસાફરોએ ચેઈનપુલિંગ કરીને ટ્રેન રોકી અને પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી કૂદી પડ્યા. ઘટનાની જાણ થતા રેલ્વે સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કવાયત શરૂ કરી હતી.


નવીનતમ અપડેટ મુજબ, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. આ ઘટના કાનપુર-પ્રયાગરાજ રેલ લાઇન પર કૌશામ્બી જિલ્લાના ભરવરી સ્ટેશન પાસે બની હતી. મળતી માહિતી મુજબ 12987 એક્સપ્રેસ ટ્રેન સિયાલદહથી અજમેર જઈ રહી હતી. આ ટ્રેન જેવી જ પ્રયાગરાજ સ્ટેશનથી આગળ કૌશામ્બી જિલ્લાના ભરવરી સ્ટેશન પાસે પહોંચી ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થઈ ગયું. ટ્રેનમાં લાગેલી આગને જોઈને મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી.


ઉતાવળમાં મુસાફરોએ ચેનપુલિંગ કરીને ટ્રેન રોકી દીધી અને પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી કૂદવાનું શરૂ કર્યું. હાલ આ દુર્ઘટનામાં કોઈ મોટી જાન-માલના નુકસાનના સમાચાર નથી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને રેલ્વે કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કવાયત શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application