રાજ્યમાં કાળઝાળ ગરમી, અમદાવાદનો વર્ષો જૂનો રેકોર્ડ તૂટ્યો, 46.6 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર

  • May 23, 2024 10:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કાળઝાળ ગરમી તેનો કહેર મચાવી રહી છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં ગરમીનો વર્ષો જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. આજે અમદાવાદ શહેરનું તાપમાન 46.6 ડિગ્રી અને અમદાવાદ એરપોર્ટનું 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


મહત્વનું છે કે છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. જેના કારણે અસહ્ય લાગતી ગરમી હવે ભીષણ લાગી રહી છે. ગુજરાતમાં આ વર્ષે મે મહિનામાં નોંધાયેલી ગરમીએ પાછલા અનેક વર્ષના મે મહિનામાં નોંધાયેલ ગરમીનો રેકોર્ડ તોડી નાખ્યા છે. ગુજરાતના અલગ-અલગ શહેરમાં મે મહિનામાં નોંધાયેલ ગરમીનો રેકોર્ડ તુટી રહ્યો છે. 


અમદાવાદ - 46.6 ડિગ્રી

અમરેલી - 44.4 ડિગ્રી

વડોદરા - 45.0 ડિગ્રી

ભાવનગર - 42.2 ડિગ્રી

ભૂજ - 42.8 ડિગ્રી

દ્વારકા - 32.7 ડિગ્રી

દાહોદ - 43.7 ડિગ્રી

ડીસા - 45.4 ડિગ્રી

ગાંધીનગર - 46.0 ડિગ્રી

જામનગર - 37.9 ડિગ્રી

નલિયા - 38.0 ડિગ્રી

પોરબંદર - 37.4 ડિગ્રી

રાજકોટ - 43.8 ડિગ્રી

સુરત -37.0 ડિગ્રી

સુરેન્દ્રનગર - 45.9 ડિગ્રી

વલસાડ - 39.0 ડિગ્રી

વેરાવળ - 29.5 ડિગ્રી


આજે અમદાવાદમાં ગુજરાતની સૌથી વધુ ગરમી નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં આજે 46.6 ડિગ્રી નોંધાઈ છે. જે 2016ના મે મહિના પછી સૌથી વધુ ગરમી નોંધાઈ છે. અમરેલીમાં 44.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગાંધીનગરમાં 45.7 ડિગ્રી, વડોદરામાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે.


રાતના સમયે તાપમાન રહે છે ઉંચુ

ગત રાત્રીએ ગુજરાતના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં સામાન્ય કરતા 2.9 ડિગ્રી વધુ એટલે કે, 30.8 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં રાત્રીના સમયે 28 ડિગ્રી, વડોદરામાં 31.2 ડિગ્રી, ભાવનગરમાં 30.6 ડિગ્રી, ભૂજમાં 27.3 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 29 ડિગ્રી, દાહોદમાં 31.6 ડિગ્રી, ડીસામાં 29 ડિગ્રી, ગાંધીનગરમાં 30.8 ડિગ્રી, જામનગરમાં 28.5 ડિગ્રી, નલિયામાં 27.4 ડિગ્રી, રાજકોટમાં 25.3 ડિગ્રી, સુરતમાં 29.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 29.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application