ધોરણ 10 અને 12માં ઝીરો રિઝલ્ટવાળી શાળાઓની હવે ખેર નથી, લેવાશે આકરા પગલાં

  • July 13, 2023 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ સહિતના રાજ્યો હાલ પૂર, ભુસ્ખલન અને ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસમાં ભારે વરસાદ પડવાનું એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવાની સાથે પૂરના ખતરાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.



હવામાન વિભાગે સિક્કિમ અને ઉત્તર બંગાળમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 24 કલાકમાં વરસાદને કારણે કેટલાક ભાગોમાં પૂરની સંભાવના છે. સરકારે તેના અધિકારીઓને પણ સતર્ક રહેવા જણાવ્યું છે.



હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ (ગુજરાત), મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, પૂર્વ રાજસ્થાન, દક્ષિણ બંગાળ, કોસ્ટલ કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો સિક્કિમ અને ઉત્તર બંગાળ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. યલ્લો એલર્ટમાં સૌરાષ્ટ્ર - ગુજરાત, કચ્છ - ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, પૂર્વી રાજસ્થાન, દક્ષિણ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે.


ગુજરાતમાં 15 અને 16 જુલાઈના રોજ સમાન હવામાનની સ્થિતિ નોંધાશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો થવાની ધારણા છે, પરંતુ ગંગાના મેદાનોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application