ઈશ્ર્વરીયામાં થારમાં આવેલા પાંચ શખસોએ સ્કૂલ વાહન ચાલકને છરીના ચાર ઘા ઝીંકયા

  • February 08, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોધીકા તાલુકાના હરીપર પાળ ગામે રહેતા અને સ્કૂલવાન ચલાવનાર યુવાનને ઇશ્ર્વરીયા ગામે સ્કૂલ નજીક થારમાં આવેલા પાંચ અજાણ્યા શખસોએ ઢીકાપાટુ અને પટા વડે મારમારી છરીના ચાર ઘા ઝીંકી દીધા હતાં. યુવાનને બચાવવા આવેલા અન્ય વાનચાલકને પણ આ શખસોએ પટા વડે માર માર્યેા હતો. હત્પમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે પડધરી પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, લોધિકા તાલુકાના હરીપર પાળ ગામે રહેતા અને ઈશ્વરીયા ગામે આવેલી પરિમલ સંકુલ ભારતીય વિધાલય સ્કૂલમાં સ્કૂલવાન ચલાવનાર કલ્પેશ નાગદાનભાઈ લોખિલ (ઉ.વ ૩૦) નામના યુવાને પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાળા કલરની મહિન્દ્રા થાર નંબર જીજે ૩ પીડી ૮૮૮ માં આવેલા પાંચ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૬ ના રોજ બપોરના ૧૨:૩૦ વાગ્યે તે અહીં સ્કૂલે વિધાર્થીઓને લેવા માટે આવ્યો હતો. દરમિયાન પોણા એકાદ વાગ્યે કાળા કલરની મહિન્દ્રા થાર અહીં સ્કૂલના દરવાજાની સામેના રોડ પર આવીને ઊભી રહી હતી અને તેમાંથી પાંચ શખસો નીચે ઉતર્યા હતા અને અહીં આંટા મારવા લાગ્યા હતા બાળકો છૂટતા તે યુવાનની એક ઇકો પાસે આવી સ્કૂલના દરવાજાની બાજુમાં વાહનો ચેક કરી પૂછતા હતા કે મંથન રાઠોડ કયાં છે? તેમ કહી મંથનને ગાળો આપતા હતા બાદમાં યુવાનની ઇકો પાસે આવી પૂછયું હતું કે મંથન રાઠોડ કયાં છે? જેથી યુવાને કહ્યું હતું કે મને ખબર નથી બાદમાં તેણે કહ્યું હતું કે વડવાજડીની ગાડી કઈ છે યુવાને કહ્યું હતું કે, વડવાજડીના ગામના વિધાર્થીઓને હત્પં જ લઈ જાવ છું પરંતુ મંથન રાઠોડ મારી ગાડીમાં આવતો નથી મારી ગાડી સામે પડી છે ચેક કરી લો. બાદમાં આ શખસોએ કહ્યું હતું કે, મંથનને કહી દેજો કે તેને ઘોદા મારીને મારી નાખવો છે તેમ કહી ગાળો બોલતા હોય જેથી યુવાને કહ્યું હતું કે, અહીં સ્કૂલની દીકરીઓ છે અને નાના બાળકો બેઠા છે ગાળો ન બોલો.
બાદમાં આ શખસોએ ઉછેરાઈ જઇ યુવાનને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન એક શખસે નેફામાંથી છરો કાઢી એક બાદ એક યુવાનને ચાર ઘા મારી દીધા હતા તેમજ કમર પટ્ટા વડે પણ યુવાનને માર માર્યેા હતો. દરમિયાન અન્ય સ્કૂલ વાનચાલકો અહીં આવી જતા તેમણે યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો આ દરમિયાન નરેન્દ્રભાઈ નામના અન્ય સ્કૂલ વાનચાલક આ મહિન્દ્રા થારનો ફોટો પાડવા જતા આ શખસોએ તેમને પણ પટ્ટા વડે માર મારી ફોટો ડીલીટ કરાવ્યો હતો અને સ્કૂલ સ્ટાફમાં શિક્ષક પણ આવી જતા આ શખસોએ તેમને પણ ગાળો આપી હતી. બાદમાં પોતાની થાર લઈ અહીંથી જતા રહ્યા હતા. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application