જુનાગઢમાં કોરોના રસીકરણના નામે કૌભાંડ!!! વેક્સિનેશનના ટાર્ગેટ પૂર્ણ કરવા ફિલ્મસ્ટારથી માંડીને ક્રિકેટરોના નામે સર્ટિફિકેટ થયાં ઈશ્યૂ

  • February 23, 2023 10:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ જિલ્લામાં કોરોનાનું રસીકરણ લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં કોરોનાનું રસીકરણ 100 ટકા પૂર્ણ કરવા માટે ફિલ્મ સ્ટારોના નામે સર્ટિફિકેટ ઈશ્યૂ કરી દેવાના કોભાંડનો પર્દાફાશ થયો છે.જિલ્લાના ભેસાણ અને વિસાવદરના ગામડાઓમાં રસીકરણના સર્ટિફિકેટ મળ્યા છે. અહીંથી જુહી ચાવલા, જયા બચ્ચન, મહિમા ચૌધરીના નામના સર્ટિફિકેટ મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રસીકરણનો ટાર્ગેટ પૂર્ણ કરવા ફિલ્મી હસ્તીઓના નામે સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. આ સમાચાર સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગના અધિકારીઓ ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ડોક્યુમેન્ટ દ્વારા આ વાત ચર્ચામાં આવી છે.





આ તમામ બોગસ સર્ટિફિકેટની કોપીઓ છે. જેમાં જ્યા બચ્ચનની ઉંમર વર્ષ 23 એ મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બીનાબેન વ્રજલાલ વ્યાસ નામના મહિલા કર્મચારી પાસે રસી લીધી હતી. જેમાં પ્રથમ ડોઝ તા 30 જુલાઈ 2021 બીજો ડોઝ 30 ઓક્ટોબર 2021 અને પ્રિકોશન ડોઝ તા 3 ઓગસ્ટ લીધો હોવાનું સર્ટિફિકેટ મળી આવ્યું છે.તો બીજી બાજુ મહિમા ચૌધરી 22 વર્ષના છે અને બીનાબેન વ્યાસ પાસેથી રસી મુકાવી છે.અને  તેણે મેંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી રસી મુકાવીની માહિતી ફરતી થઇ છે. આ ઉપરાંત મહમ્મદ કૈફે પ્રેમરા સબ સેન્ટરમાંથી રસી લીધાનું પ્રમાણપત્ર ફરતુ થયું છે. આ પ્રમાણપત્રમાં કૈફને 57 વર્ષનાં અને ફુલ્લી વેક્સિનેટેડ દર્શાવ્યા છે.





આશ્ચર્યની વાત એ છે સ્થાનિક લોકોને રસી માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું, ત્યારે જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી જેવી જાણતી હસ્તીઓના નામે રસીના સર્ટિફિકેટ્સ ઇશ્યૂ કરી દેવામાં આવ્યાં હતાં. ફિલ્મી હસ્તીઓના નામે સર્ટિફિકેટથી જિલ્લાના તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 





આ તમામ લોકોની જન્મ તા 1 જાન્યુઆરી અને સાલ અલગ અલગ લખવામાં આવી છે. આમ જૂનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણનું મોટું કૌભાંડ કરીને ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જો તપાસ કરવામાં આવે તો ખોટાં સર્ટિફિકેટ તો ઠીક પણ કોરોનાની કિંમતી રસીને નાશ કરવાનું કૌભાંડ પણ સામે આવી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application