ઉત્તર પ્રદેશના નોઇડા સેક્ટર -63 પોલીસ સ્ટેશનમાં એક યુવતી પહોંચી હતી. તેણે કહ્યું સાહેબ, મારી બહેન સામે એફઆઈઆર દાખલ કરો તેણે પોતાની જ મોટી બહેન પર ગંભીર આરોપ લગાવ્યા. યુવતીનો આરોપ છે કે તેની બહેન તેને મારી નાખવાની ધમકી આપી રહી છે. તે પણ એટલા માટે કે યુવતીએ તેની બહેનના દિયર સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
મામલો ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર-63નો છે. બુધવારે સાંજે એક યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી. યુવતીએ પોલીસને ફરિયાદ કરી હતી કે તે મૂળ કન્નૌજ જિલ્લાના એક ગામની છે. તેના પિતાના મૃત્યુ પછી, તે અને તેની માતા એકલા થઇ ગયા હતા પછી પરણિત મોટી બહેને બંનેને પોતાની સાથે રહેવા બોલાવી લીધા. મા-દીકરી ત્યાં આવી પણ ગયા.
યુવતીનો આરોપ છે કે તેની મોટી બહેન તેના લગ્ન તેના દિયર સાથે કરાવવા માંગે છે. જ્યારે, તે કન્નૌજમાં પડોશમાં રહેતા એક યુવક સાથે પ્રેમમાં છે. બંનેએ પરિવારને જાણ કર્યા વગર લગ્ન કરી લીધા હતા. પીડિતાના જણાવ્યા અનુસાર, તે ગ્રેજ્યુએશનથી આગળ ભણવા માંગે છે. તેના પતિએ પણ તેને આ માટે પરવાનગી આપી દીધી છે. થોડા સમય પહેલા તે નોઈડા પણ આવ્યો હતો. હવે બંને સાથે રહે છે પરંતુ મોટી બહેન નથી ઈચ્છતી કે તે આગળ ભણે.
'હું પહેલેથી જ પરિણીત છું'
પીડિતાએ કહ્યું- બહેનનો દિયર મજૂરી કામ કરે છે. તે હજુ પણ મારા લગ્ન તેની સાથે કરાવવા માંગે છે. કંટાળીને મેં મારા પતિને આખી વાત કહી. પછી મેં મારો મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો. જેથી બહેન મને બોલાવી ન શકે પણ ભગવાન જાણે દીદીને મારો ફોન નંબર ક્યાંથી મળ્યો. હવે તે મને મારી નાખવાની ધમકી આપી રહી છે. તે કહે છે કે મારે તેના દિયર સાથે લગ્ન કરી લેવા જોઈએ.
યુવતીએ આગળ કહ્યું- હું પહેલેથી જ પરિણીત છું. જ્યારે મેં મારી બહેનને આ વાત કહી તો તેણે કહ્યું કે તે મારા લગ્નને નથી માનતી. જ્યારે હું મારી બહેનના ઘરે રહેતી હતી ત્યારે તેનો દિયર મને વારંવાર કહેતો કે હું તને પ્રેમ કરું છું. ત્યારે પણ મેં મારી બહેનની સામે આનો વિરોધ કર્યો હતો. તે સમયે પણ મારી બહેને મને સાથ ન આપ્યો. પછી તેણે કહ્યું કે હું તેના દિયરને આઈ લવ યુ કહું.
આ મામલે પોલીસે શું કહ્યું?
આ અંગે પોલીસે કહ્યું- અમે યુવતીની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. તેની મોટી બહેનની પૂછપરછ કરવામાં આવશે. જો યુવતીના આરોપ સાચા જણાશે તો યુવતીની બહેન સામે કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech