હાઇકોર્ટની ફટકાર બાદ એલએલએમની પરીક્ષા લેવા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી તૈયારીં

  • May 10, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા નવી મંજૂર કરવામાં આવેલી કાયદા વિધા શાખાની કોલેજોમાં એલએલએમ સેમેસ્ટર એક ની પરીક્ષા લેવાના મામલે લાંબા સમય સુધી વિવાદની પરિસ્થિતિ રહ્યા પછી સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે અને હાઇકોર્ટની ફટકાર પછી આ પરીક્ષા લેવા માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી તૈયાર થઈ છે.
કોઈ કેસમાં કુલપતિ રજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામક એમ ટોચના ત્રણે ત્રણ અધિકારીઓ પદાધિકારીઓને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના હતી. હાઇકોર્ટમાં આ કેસની સુનવણી વખતે કુલપતિ રજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામકને હાજર રાખવાનો અદાલતનો આદેશ હોવાથી તમામ હાજર રહ્યા હતા અને ચાર કલાક સુધી કોર્ટમાં બેસી રહ્યા હતા.

ભૂતપૂર્વ કુલપતિ ગીરીશભાઈ ભીમાણીએ તેમના કાર્યકાળ દરમિયાન ૧૧ કોલેજોમાં અભ્યાસક્રમને મંજૂરી આપી હતી. હરીવંદના, ગીતાંજલિ, ગાયત્રી, ગુકૃપા, ગ્રેસ, આત્મીય, ક્રિષ્ના, બાલાજી સહિતની ૧૧ કોલેજમાંથી આઠ કોલેજે પરીક્ષા ન લેવાના મામલે યુનિવર્સિટી સામે હાઇકોર્ટમાં રીટ કરી હતી.
રીટની સુનાવણી દરમિયાન એક તબક્કે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ ચૂંટણી આચાર સહિતાનું બહાનું આપતા પરીક્ષાને અને ચૂંટણી આચાર સહિતાને શું લાગેવળગે? એવો વળતો સવાલ પૂછવામાં આવ્યો હતો. હાઇકોર્ટની ફટકાર પછી યુનિવર્સિટીએ એવો જવાબ સોગંદનામાં રજૂ કર્યેા હતો કે તારીખ ૧૫ જૂન સુધીમાં અમે એલએલએમ સેમેસ્ટર ૧ ની પરીક્ષાનો શેડુલ જાહેર કરી દઈશું.
યુનિવર્સિટીના આ જવાબ પછી કોર્ટે એવો પણ આદેશ કર્યેા હતો કે યારે શેડુલ ફાઈનલ કરો ત્યારે તેની એક નકલ હાઇકોર્ટના રેકોર્ડ માટે મોકલવાની રહેશે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સ્થાપનાકાળથી અત્યાર સુધીના ઇતિહાસમાં કુલપતિ, રજીસ્ટ્રાર અને પરીક્ષાની નિયામકને એક સાથે કોર્ટે બોલાવ્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે અને તેની ચર્ચા યુનિવર્સિટીમાં અને શિક્ષણ જગતમાં થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application