નવાબ દીકરી સારા અલી ખાનએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સૌનું ધ્યાન ખેંચ્યું

  • May 18, 2023 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સૈફ અલી ખાનની દીકરીએ પહેલી વાર આ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં આપી હાજરી
  • પહેલાં દિવસે સાડીમાં દેખાયા બાદ બીજા દિવસે ગ્લેમરસ લુકમાં છવાઇ ગઇ સારા


બોલીવૂડના નવાબ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન આજકાલ બે કારણોથી ચર્ચામાં છે. એક તો તેની વિકી કૌશલ સાથેની લેટેસ્ટ મૂવી ઝરા હટ કે ઝરા બચ કે રિલીઝ થવાની તૈયારીમાં છે. ઉપરાંત ઇન્ટરનેશનલ ઇવેન્ટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનો વિખેરેલા ભારતીય અને વેસ્ટર્ન નારી તરીકેનો જલવો.


સારાએ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું હતું અને ફેન્સનું દિલ જીતી લીધું છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના તેના સાડી લુકની ખૂબસૂરત તસવીરો શેર કરી હતી. જેને જોઇ ફેન્સ તેની દાદી શર્મિલા ટાગોર સાથે સરખામણી કરી રહ્યા હતા. આ તસવીરોમાં સારા ખૂબ જ સુંદર લાગી રહી છે. 


સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. તે તેના લુક્સ અને એક્ટિંગ સ્કિલ્સને કારણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ પસંદ કરવામાં આવતી એક્ટ્રેસીસમાંથી એક બની ગઈ છે.


એક્ટ્રેસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના લુકને લઈને ચર્ચામાં છે. તેણે કાન્સ 2023 ફિલ્મ ફેસ્ટિવલના રેડ-કાર્પેટ પર ડેબ્યૂ કર્યું છે. સારાએ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું હતું. એક્ટ્રેસ બંને દિવસે દેશી અવતારમાં જોવા મળી હતી, જેના તેના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે. દરેક જગ્યાએ તેના લુકની ચર્ચા છે. 


પહેલા દિવસે સારાએ દેશી અવતારમાં આવીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને હવે બીજા દિવસે પણ એક્ટ્રેસ પોતાના નવા લુકથી લોકોનું દિલ જીતવામાં સફળ રહી છે.



કાન્સમાં સારાનો બીજો લુક રેટ્રો વાઇબ્સ આપે છે. બ્લેક બોર્ડરવાળી વ્હાઇટ સાડી પહેરીને એક્ટ્રેસ ખૂબ જ એલિગેન્ટ લાગી રહી હતી. તેણીએ તેને મોનોક્રોમેટિક હોલ્ટર નેક બ્લાઉઝ સાથે પેયર કરીને અને વિંગ્ડ આઈલાઈનર સાથે પોતાનો લુક કંપ્લીટ કર્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application