સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો, અવાજ અને ફોટાનો થઈ રહ્યો હતો દુરઉપયોગ

  • May 13, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો, તેંડુલકરના ફોટો અને અવાજનો થઈ રહ્યો હતો દુરઉપયોગ  મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલમાં ગુનાહિત કેસ દાખલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેના ફોટોગ્રાફનો ઉપયોગ કરીને ઈન્ટરનેટ પર ઘણી નકલી જાહેરાતો ફેલાવવામાં આવી રહી છે.



ફરિયાદમાં સચિન તેંડુલકરે  જણાવ્યું હતું કે જાહેરાત દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેંડુલકરના અંગત સહાયકે એડિશનલ ક્રાઈમ કમિશનર શશિ કુમાર મીના સમક્ષ કેસ નોંધાવ્યો હોવાનું જાણવા મળે છે. FIR મુજબ, 5 મેના રોજ, તેંડુલકરના અંગત સહાયકને ફેસબુક પર એક તેલ કંપનીની જાહેરાત મળી, જેમાં તેંડુલકરના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું કે, તેંડુલકરે આ પ્રોડક્ટની ભલામણ કરી હતી.



મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર, તેંડુલકર આવી કોઈ પ્રોડક્ટનું સમર્થન કરી રહ્યો નથી અને લોકોને છેતરવા માટે સચિન તેંડુલકરના ફોટો અને અવાજનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ છેતરપિંડી અને બનાવટી અને IT એક્ટની સંબંધિત કલમો સહિત કેસ નોંધવામાં આવ્યો છે.



તેંડુલકરના ફોટાના દુરુપયોગનો આ પહેલો મામલો નથી. વર્ષ 2020 ની શરૂઆતમાં, તેંડુલકરની ટીમે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવાયું હતું કે તેઓ એવી કંપનીઓ અને વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે જેઓ તેમની પરવાનગી વિના વ્યવસાયિક હેતુઓ માટે તેમના નામ અને ફોટોનો ઉપયોગ કરી રહ્યાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application