રશિયાની ભારતને ઓફર: યુરોપીયન કંપનીનો બિઝનેસ હાથમાં લો : રશિયા

  • December 15, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતને સસ્તું ક્રૂડ ઓઈલ વેચી રહેલા રશિયાએ વધુ એક મોટી ઓફર કરી છે. ખરેખર તો યુક્રેન સાથે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણી અમેરિકન અને યુરોપીયન કંપનીઓએ રશિયામાં તેમનો વ્યવસાય બધં કરી દીધો છે. આવી સ્થિતિમાં રશિયા ઇચ્છે છે કે ભારતીય કંપનીઓ આ કંપનીઓ દ્રારા છોડી દેવામાં આવેલા બિઝનેસને ટેકઓવર કરે.


અહેવાલ મુજબ રશિયાએ અમેરિકન અને યુરોપિયન કંપનીઓ દ્રારા છોડી દેવામાં આવેલા કારોબારને ભારતીય કંપનીઓને સોંપવામાં ભારે રસ દાખવ્યો છે. રશિયા ઈચ્છે છે કે ભારતીય કોર્પેારેટ કંપનીઓ આ ડીલ કરવા માટે સેન્ટ પીટર્સબર્ગ ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં ભાગ લે અને સૌથી ઝડપથી વિકસતા યુરોપિયન અર્થતંત્રમાં પોતાને સ્થાપિત કરે. આ મંચનું આયોજન ૫ થી ૮ જૂન ૨૦૨૪ દરમિયાન કરવામાં આવશે.



ખરેખર તો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ યુક્રેનનું સમર્થન કયુ છે. રશિયાની અર્થવ્યવસ્થાને નબળી પાડવા માટે ઘણા પશ્ચિમી દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા છે. રોસકોંગ્રેસ ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેકટર એલેકસી વાલ્કોવ કહે છે કે ઘણા એવા વ્યવસાયો છે જે યુરોપિયન અને અમેરિકન કંપનીઓએ તેમની સરકારોના દબાણને કારણે છોડી દીધા છે. સ્થાનિક રશિયન કંપનીઓ ઉપરાંત ચીનની કંપનીઓ પણ ટેકઓવર કરવા તૈયાર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application